For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સએપ્પ - વી ચેટ એપ્લિકેશન્સ દેશની સુરક્ષા માટે વિલન!!!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓગસ્ટ : ભારતના યુવાનો વધારે સ્માર્ટ બન્યા છે. તેઓ ફોન કોલ કરવાનો બદલે કે એસએમએસ કરવાને બદલે હવે ઓનલાઇન ચેટિંગ એપ્લિકેશન્સની મદદથી પોતાના મિત્રો અને સગાઓના સતત સંપર્કમાં રહે છે. તેઓ આ દ્વારા પોતાની નાનામાં નાની બાબત શેર કરીને મોજ મસ્તી માણે છે. જો કે યુવાનોની આવી સ્માર્ટનેસ દેશ માટે ખતરો બની છે.

યુવાનો દ્વારા મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવી રહેલા સ્‍માર્ટ મોબાઇલ ફોનમાં ઉપલબ્‍ધ વોટસએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્સના ઉપયોગથી દેશની સુરક્ષા માટે ખતરો ઉભો થયો હોવાની ચેતવણી સાયબર નિષ્‍ણાંતોએ આપી છે. અહીં આપને પ્રશ્ન થશે કે ચેટિંગ દ્વારા સેટિંગ કરતા યુવાનોની આ મસ્તી અને દેશની સુરક્ષા વચ્ચે શું સંબંધ છે. દેશની સુરક્ષા માટે ગંભીર જોખમ બનેલી એપ્લિકેશન કેવી રીતે ખતરારૂપ છે તે જાણવા માટે આગળ વાંચો...

ફ્રી મેસેજની દેશને ચૂકવવી પડશે મોટી કિંમત

ફ્રી મેસેજની દેશને ચૂકવવી પડશે મોટી કિંમત

યુવા વર્ગ સહિત મોટાભાગના લોકોને હવે સસ્‍તા ભાવે સ્‍માર્ટ ફોન ઉપલબ્‍ધ બન્‍યાં છે. જેમાં વોટ્‍સએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્‍સ દ્વારા ઇન્‍ટરનેટનાં માધ્‍યમથી ફ્રીમાં વીડિયો તથા ટેકસ્‍ટ મેસેજની સરળતાથી આપલે કરી શકાય છે. સાયબર નિષ્‍ણાંતોના મતે આવી એપ્લિકેશનોથી લોકોની વ્‍યકિતગત માહિતી સાથે તો સમાધાન થાય છે પરંતુ તેનાથી દેશની સુરક્ષાને પણ ખતરો ઉભો થાય છે.

લોકપ્રિયતાનું નકારાત્મક પાસું

લોકપ્રિયતાનું નકારાત્મક પાસું

વોટ્સ એપ્પ અને વી ચેટ આ બંને એપ્લિકેશન્સ આંતરરાષ્‍ટ્રીય કંપનીઓ દ્વારા વિકસીત કરવામાં આવી છે અને તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો કે આ લોકપ્રિય એપ્લિકેશનની નકારાત્મક બાબત દેશની સુરક્ષા માટે હીરો નહીં પણ વિલન બની શકે છે.

આ બેલ મુઝે માર જેવી સ્થિતિ

આ બેલ મુઝે માર જેવી સ્થિતિ

મોબાઇલ ધારકો જ્‍યારે આ એપ્‍સને પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે ત્‍યારે તેઓ કંપનીએ મૂકેલી શરતો સ્‍વીકારે છે જે મુજબ કંપનીઓ યુઝરના ફોનનો ડેટા, તેઓના સંપર્ક અને વાતચીત બધુ મેળવી શકે છે.

વિદેશમાં આવેલા છે સર્વર

વિદેશમાં આવેલા છે સર્વર

આ કંપનીઓના સર્વર દેશની સરહદોથી બહાર આવેલા હોવાથી સંવેદનશીલ માહિતી સાથે સમાધાન થઇ શકે તે શકય છે. દેશનું સાયબર તંત્ર તેમાં કંઇ કરી શકે નહીં. વોટ્‍સએપનું સર્વર અમેરિકામાં છે. જ્‍યારે વીચેટ સર્વર ચીનમાં આવેલું છે. આ બંને એપ્‍સ દ્વારા લોકો પર ગુપ્‍ત નજર રખાતી હોવાની અગાઉ શંકા વ્‍યકત કરાઇ ચૂકી છે.

રાજકારણીઓ પણ ફસાયા

રાજકારણીઓ પણ ફસાયા

કંપનીઓને લોકોની વાતચીત તથા ડેટા હાથ વગા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં અગ્રણી રાજકીય નેતાઓ, બિઝનેસમેન, સામાજિક અગ્રણીઓ પણ આ એપ્‍સનો ઉપયોગ કરે છે અને તેઓ સંવેદનશીલ માહિતી - ડેટાની આ એપ્‍સની મદદથી આપલે કરતાં હોય તે શકય છે.

તમારા પર નજર રાખવામાં આવે છે

તમારા પર નજર રાખવામાં આવે છે

ચીનની કંપની દ્વારા 2011માં વીચેટ એપ લોન્‍ચ કરાઇ હતી અને ચીન બહાર તેનાં 100 મિલિયનથી વધુ યુઝર્સ છે. ચીનમાં વીચેટ અને અમેરિકામાં વોટસએપથી ત્‍યાંની સુરક્ષા એજન્‍સીઓ આપણાં સંદેશા - વાતચીત પર નજર રાખે તે શકય છે તેવી ચેતવણી નિષ્‍ણાંતોએ આપી છે

ફ્રી મેસેજની દેશને ચૂકવવી પડશે મોટી કિંમત
યુવા વર્ગ સહિત મોટાભાગના લોકોને હવે સસ્‍તા ભાવે સ્‍માર્ટ ફોન ઉપલબ્‍ધ બન્‍યાં છે. જેમાં વોટ્‍સએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્‍સ દ્વારા ઇન્‍ટરનેટનાં માધ્‍યમથી ફ્રીમાં વીડિયો તથા ટેકસ્‍ટ મેસેજની સરળતાથી આપલે કરી શકાય છે. સાયબર નિષ્‍ણાંતોના મતે આવી એપ્લિકેશનોથી લોકોની વ્‍યકિતગત માહિતી સાથે તો સમાધાન થાય છે પરંતુ તેનાથી દેશની સુરક્ષાને પણ ખતરો ઉભો થાય છે.

લોકપ્રિયતાનું નકારાત્મક પાસું
વોટ્સ એપ્પ અને વી ચેટ આ બંને એપ્લિકેશન્સ આંતરરાષ્‍ટ્રીય કંપનીઓ દ્વારા વિકસીત કરવામાં આવી છે અને તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો કે આ લોકપ્રિય એપ્લિકેશનની નકારાત્મક બાબત દેશની સુરક્ષા માટે હીરો નહીં પણ વિલન બની શકે છે.

આ બેલ મુઝે માર જેવી સ્થિતિ
મોબાઇલ ધારકો જ્‍યારે આ એપ્‍સને પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે ત્‍યારે તેઓ કંપનીએ મૂકેલી શરતો સ્‍વીકારે છે જે મુજબ કંપનીઓ યુઝરના ફોનનો ડેટા, તેઓના સંપર્ક અને વાતચીત બધુ મેળવી શકે છે.

વિદેશમાં આવેલા છે સર્વર
આ કંપનીઓના સર્વર દેશની સરહદોથી બહાર આવેલા હોવાથી સંવેદનશીલ માહિતી સાથે સમાધાન થઇ શકે તે શકય છે. દેશનું સાયબર તંત્ર તેમાં કંઇ કરી શકે નહીં. વોટ્‍સએપનું સર્વર અમેરિકામાં છે. જ્‍યારે વીચેટ સર્વર ચીનમાં આવેલું છે. આ બંને એપ્‍સ દ્વારા લોકો પર ગુપ્‍ત નજર રખાતી હોવાની અગાઉ શંકા વ્‍યકત કરાઇ ચૂકી છે.

રાજકારણીઓ પણ ફસાયા
કંપનીઓને લોકોની વાતચીત તથા ડેટા હાથ વગા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં અગ્રણી રાજકીય નેતાઓ, બિઝનેસમેન, સામાજિક અગ્રણીઓ પણ આ એપ્‍સનો ઉપયોગ કરે છે અને તેઓ સંવેદનશીલ માહિતી - ડેટાની આ એપ્‍સની મદદથી આપલે કરતાં હોય તે શકય છે.

તમારા પર નજર રાખવામાં આવે છે
ચીનની કંપની દ્વારા 2011માં વીચેટ એપ લોન્‍ચ કરાઇ હતી અને ચીન બહાર તેનાં 100 મિલિયનથી વધુ યુઝર્સ છે. ચીનમાં વીચેટ અને અમેરિકામાં વોટસએપથી ત્‍યાંની સુરક્ષા એજન્‍સીઓ આપણાં સંદેશા - વાતચીત પર નજર રાખે તે શકય છે તેવી ચેતવણી નિષ્‍ણાંતોએ આપી છે.

English summary
Country's security at risk by youth's chatting fun
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X