For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ: સુનવણી દરમિયાન હાજર રહી શકશે મીડિયા

|
Google Oneindia Gujarati News

gang rape
નવી દિલ્હી, 22 માર્ચ: દિલ્હી ગેંગરેપ મામલાની સુનવણી સાકેત સ્થિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કોર્ટે મીડિયાને આ મામલાની સુનવણીથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે દિલ્હી હાઇકોર્ટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દિલ્હી ગેંગરેપ મામલાની રોજની સુનવણી દરમિયાન મીડિયાની ઉપસ્થિતીને મંજૂરી આપી દીધી છે.

પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનવણી દરમિયાન જસ્ટિસ રાજીવ શાકધરે આ અરજીને સ્વીકૃતિ આપી દીધી છે જેમાં જાહેરમાં સુનવણીની માંગણી કરવામાં આવી હતી. તેમણે કોર્ટને આદેશ કર્યો છે કે મીડિયા હાઉસમાંથી એક પ્રતિનિધિને સુનવણી દરમિયાન હાજર રહેવા દેવાય.

કોર્ટે પોતાના આદેશમાં દરેક માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય સમાચારપત્રોના એક પ્રતિનિધિ પત્રકારને કોર્ટમાં આવવાની પરવાનગી આપી છે. જોકે મીડિયા પર કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા છે. કોર્ટના આદેશ અનુસાર મીડિયા પીડિતા, તેના પરિવારના સભ્યો અને સુનવણી દરમિયાન આવેલા સાક્ષીઓના નામ સાર્વજનિક નહી કરી શકે.

સાથે સાથે કોર્ટે જણાવ્યું છે કે મીડિયા કોર્ટના નિર્દેશાનુસાર પત્રકાર સુનવણીની એ બાબતોને સાર્વજનિક નહી કરે, જેને સાર્વજનિક કરવાથી તેમને મનાઇ કરવામાં આવી હોય.

English summary
The Delhi High Court has allowed the press to cover the day-to-day trial of four men charged with the fatal gang rape of a student on a bus in December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X