• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હદથી વધુ SEX માટે મજબૂર કરતી હતી પત્ની, કોર્ટે પતિને અપાવ્યા છુટાછેટા

By Kumar Dushyant
|

મુંબઇ, 1 સપ્ટેમ્બર: મુંબઇની એક કોર્ટે એક વ્યક્તિને તેની પત્નીથી છુટકારો અપાવી દિધો જે તેને હદથી વધુ સેક્સ માણવા માટે મજબૂર કરતી હતી. પતિનો આરોપ છે કે તેની પત્ની ખૂબ જ ગુસ્સાવાળી અને તાનાશાહ પ્રકારની છે.

ફેમિલી કોર્ટમાં ચીફ જજ લક્ષ્મીરાવે છુટાછેટાની મંજૂરીનો આદેશ સંભળાવતાં કહ્યું કે તે ફરિયાદકર્તા (પત્ની)ના કોર્ટમાં રજૂ ન થતાં, ફરિયાદી (પતિ)ની સાક્ષીને પડકાર ફેંકવામાં ન આવ્યો. એટલા માટે કોર્ટ પાસે તેની સાક્ષીને સ્વિકાર કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી અને તે પોતાના અનુરોધ અનુસાર છુટાછેડાનો અધિકાર છે.

લગ્ન બાદ પરેશાની

લગ્ન બાદ પરેશાની

ગત જાન્યુઆરીમાં કોર્ટનો દરવાજો ખખડાવનાર પતિએ કહ્યું હતું કે તેની પત્ની અડીયલ, ગુસ્સાવાળી, જિદ્દી અને મનમાની કરનાર છે અને તે કોઇ કારણ વિના ઝઘડો શરૂ કરી દે છે. આ વ્યક્તિએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2012માં લગ્ન બાદથી જ તેની પત્ની તેને પરેશાન કરતી હતી.

દારૂ પીવા માટે કરતી હતી મજબૂર

દારૂ પીવા માટે કરતી હતી મજબૂર

તે વધુ પડતા સેક્સ માટે અને ક્યારેક સેક્સમાં તૃપ્ત ન થઇ હોવાની ઇચ્છા વ્યક્ત કરતી હતી. તેને એ પણ આરોપ લગાવ્યો હતો કે મહિલા તેને દવાઓ આપતી હતી અને તેને દારૂ પીવા માટે મજબૂત કરતી હતી.

અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવા માટે પણ મજબૂર

અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવા માટે પણ મજબૂર

પતિએ આરોપ લગાવ્યો હતો કે તેને અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવા માટે પણ મજબૂર કરતી હતી અને જ્યારે તે ના પાડતો હતો તે તેને ગાળો ભાંડતી હતી. જેથી તેની માંગણી આગળ ઝુંકવું પડતું હતું.

સેક્સની ઇચ્છા પુરી કરવા માટે મજબૂર

સેક્સની ઇચ્છા પુરી કરવા માટે મજબૂર

તેને કોર્ટમાં જણાવ્યું હતું કે તે ત્રણ શિફ્ટમાં કામ કરે છે અને એકદમ થાકી જાય છે. તેમછતાં તે પત્નીની સેક્સની ઇચ્છા પુરી કરવા માટે મજબૂર હતો.

પર પુરૂષ પાસે જતી રહેવાની ધમકી

પર પુરૂષ પાસે જતી રહેવાની ધમકી

કોર્ટે જણાવ્યું હતું કે મહિલા તેને ધમકી આપતી હતી કે જો તેની માંગ પુરી કરવામાં ન આવી તો તે તેની ભાવનાઓ નજર અંદાજ કરતાં બીજા પુરૂષ પાસે જતી રહેશે.

તબીયત સારી ન હોય તો પણ સેક્સ માટે કહેતી હતી પત્ની

તબીયત સારી ન હોય તો પણ સેક્સ માટે કહેતી હતી પત્ની

ડિસેમ્બર 2012માં આ વ્યક્તિને પેટમાં દુખાવાની ફરિયાદના લીધે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેની પત્ની તેની બહેનના ઘરે જતી રહી. ત્યાંથી તે અઠવાડિયા બાદ પરત ફરી. ડૉક્ટરે પતિને થોડા સમય માટે શારીરિક સંબંધથી દૂર રહેવા માટે કહ્યું હતું પરંતુ મહિલા પોતાની યૌન ઇચ્છા વ્યક્ત કરતી રહી. ત્યારબાદ પતિનું સ્વાસ્થ્ય આરામના અભાવે ખરાબ થયું.

પતિના જીવનને ખતરો

પતિના જીવનને ખતરો

અરજીમાં તેને એમપણ કહ્યું હતું કે તેને પોતાની પત્નીને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ માટે કહ્યું હતું પરંતુ તેને ના પાડી દિધી અને તેને આ વાતને ઉજાગર કરવાની ધમકી આપી. પતિને અરજીમાં કહ્યું હતું કે તે આ અત્યાચારોને વધુ સહન નહી કરી શકે. તેના જીવનને ખતરો છે.

પત્નીના ક્રુર વર્તનથી જીવન ભયાનક

પત્નીના ક્રુર વર્તનથી જીવન ભયાનક

તેને કહ્યું હતું કે તેની પત્નીએ તેના ક્રુર વર્તનથી તેનું જીવન ભયાનક બનાવી દિધું છે. યૌનાચારના પ્રત્યે તેની વધુ પડતી ભૂખે તેની સાથે એક છત નીચે રહેવાનું મુશ્કેલ કરી દિધું છે. જજે આ વ્યક્તિની અરજીને સ્વિકાર કરતાં આ વ્યક્તિના છુટાછેડા સ્વિકાર કરી લીધા.

English summary
A man, who sought separation from his wife alleging that she was aggressive and autocratic with an insatiable appetite for sex, was granted divorce by a family court here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more