For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પૉટ ફિક્સિંગ: દાઉદ વિરૂદ્ધ બિનજામીન વોરંટ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dawood
નવી દિલ્હી, 26 જૂન: કોર્ટે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકિલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ પહેલાં દિલ્હી પોલીસે તેમના વિરૂદ્ધ વોરંટ જાહેર કરવા માટે ફરી: અરજી દાખલ કરી હતી.

પોલીસે આરોપ લગાવ્યો છે કે વિદેશમાં બેસીને દાઉદ તથા છોટા શકિલ આઇપીએલ ફિક્સિંગને કન્ટ્રોલ કરી રહ્યાં છે. દાઉદને મુંબઇ બ્લાસ્ટ કેસમાં પહેલાંથી જ ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ બંને વિરૂદ્ધ પહેલાંથી જ 10 જૂનના રોજ વોરંટ જાહેર કરવા માટે અરજી દાખલ કરી હતી જે બાદમાં પરત લેવામાં આવી હતી. કોર્ટે

સાકેત સ્થિત વધારાના સત્ર ન્યાયાધીશ રાજ રાની મિત્રાએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આગ્રહને સ્વિકાર કરતાં કહ્યું હતું કે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરી નક્કર આધાર છે.

કોર્ટે બંને વિરૂદ્ધ તારીખ વિનાનું વોરંટ જાહેર કર્યું છે. જો કે પોલીસે જણાવ્યું હતું કે બંને વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે અને ઇન્ટરપોલ નક્કી કરેલી તારીખનું વોરંટ સ્વિકારતી નથી.

પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ સહિતની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની પુછપરછ દરમિયાન આ તથ્યનો ખુલાસો થયો છે કે દાઉદની ગેંગ ફિક્સિંગને ઓપરેટ કરી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આ બંનેની ધરપકડ માટે તેમના મુંબઇના એડ્રેસ પર પોલીસ ગઇ હતી પરંતુ તે નિકળ્યા નહી.

English summary
Open non-bailable warrants (NBWs) were slapped today on Underworld don Dawood Ibrahim and Chhota Shakeel by a Delhi court in connection with the IPL spot-fixing scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X