For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ આતંકવાદ મુદ્દો : શિંદેને સમન પાઠવવા પર આજે ચૂકાદો

|
Google Oneindia Gujarati News

shinde
નવી દિલ્હી, 17 મે : દિલ્હીની એક કોર્ટ 'હિન્દુ આતંકવાદ' સંબંધી કહેવાતી ટિપ્પણી માટે કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી પર પોતાનો આદેશ શુક્રવારે સંભળાવશે.

મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ અમિતાભ રાવતે જણાવ્યું કે તેમણે આખો આદેશ તૈયાર નથી કર્યો. તેમણે અરજી પર ગુરુવારે નિર્ણય સંભળાવવાનો હતો. માટે તેમણે ગુરુવારની સુનવણી શુક્રવાર પર છોડી છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે મે આખો આદેશ તૈયાર કર્યો નથી. માટે શુક્રવારે આવો. હું શુક્રવારે આ નિર્ણય બપોરે 2 વાગ્યે સંભળાવીશ.

કોર્ટે અરજીકર્તા વીપી કુમારની જુબાની પહેલા જ નોંધી લીધી છે. તેણે તેના વકીલ મોનિકા અરોડાની વાત સાંભળી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીએ જાણીજોઇને અપમાનજનક ટિપ્પણી કરી જેનાથી બે સમુદાયો વચ્ચે નફરત પેદા થાય. કુમારે પોતાની અરજીમાં કહ્યું કે શિંદેની ટિપ્પણીનું લક્ષ્ય વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં લધુમતિ મતોનું ધ્રુવીકરણ કરવાનું હતું.

અરજીમાં કહેવાયું હતું કે જે નિવેદનને પડકાર આપવામાં આવ્યો છે તે સ્વાભાવિક અર્થમાં તે માત્ર માનહાનિકારક નથી પરંતુ તે ઇશારો કરે છે કે હિન્દુ ધર્મ રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી ગતિવિધિયોમાં સામેલ છે. તેમણે કહ્યું કે મંત્રીએ ભગવા શબ્દનો ઉપયોગ આતંકવાદના પર્યાય તરીકે કરવામાં આવ્યો છે જે ખરેખર તર્કવિહોણું, ખોટું, અને માનહાનિકારક છે.

અરજી પ્રમાણે શિંદેએ આ વર્ષની શરૂઆતમાં જયપૂરમાં કોંગ્રેસની બેઠકને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 'અમને એક તપાસ રિપોર્ટ મળી છે કે કેટલાંક સંગઠનો અને શિબિરો હિન્દુ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પછી ભલે તે આરએસએસ હોય કે ભાજપા. અમે તેમની પર નજર રાખી રહ્યા છીએ.'

English summary
Hindu terror remark: Court likely to pronounce order on summoning Sushil Kumar Shinde today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X