For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપાલ કાંડા પર અપ્રાકૃતિક સેક્સનો આરોપ

By Super
|
Google Oneindia Gujarati News

gopal-kanda
નવી દિલ્હી, 10 મેઃ નવી દિલ્હીની એક અદાલતે પૂર્વ એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા મામલામાં હરિયાણાના પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોપાલ કાંડા અને અરૂણા ચઢ્ઢા વિરુદ્ધ આરોપ નક્કી કરી દીધા છે.

અદાલતે કહ્યું કે કાંડા વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ આઇટી કાયદા અને આઇપીસી હેઠળ બળાત્કાર, અપ્રાકૃતિક યૌન શોષણ, આત્મહત્યા કરવા પ્રેરવુ, ષડયંત્ર રચવુ અને છેતરપિંડી કરવા સહિતના મામલા બને છે. જો કે, પોલીસે પોતાની ચાર્જશીટમાં કાંડા વિરુદ્ધ બળાત્કાર અને પ્રાકૃતિક સેક્સના આરોપ લગાવ્યા નહોતા, પરંતુ કોર્ટે જાતે જ આ બન્ને આરોપોને જોડી દીધા છે.

નોંધનીય છે કે હવે નિષ્ક્રિય થઇ ચૂકેલી એમડીએલઆર એરલાઇન્સમાં કામ કરતી 23 વર્ષીય એર હોસ્ટેસ ગીતિકા શર્માએ પાંચ ઓગસ્ટ 2012ના રોજ પોતાના ઘરે પંખા સાથે લટકાઇને આત્મહત્યા કરી હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં કાંડા અને તેની કંપનીમાં કામ કરનારા અન્ય એક કર્મચારી અરૂણા ચઢ્ઢાને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારબાદ કાંડાએ ગૃહરાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, ગીતિકાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ કાંડાની 18 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

એર હોસ્ટેસ ગીતિકા શર્માની માતા અનુરાધા શર્માએ પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં આત્મહત્યા કરી હતી. પોલીસે આ કેસમાં હરિયાણાના પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોપાલ કાંડા અને એમડીએલઆર કંપનીના એચઆર હેડ અરુણા ચઢ્ઢા વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. પોલીસે બન્ને પર આઇપીસી ધારા 306 હેઠળ મામલો દાખલ કર્યો છે.

English summary
A Delhi court on Friday ordered framing of charges against former Haryana Minister Gopal Kanda and his employee Aruna Chaddha in air hostess Geetika Sharma's suicide case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X