For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હસીન જહાંની માંગ કોર્ટે ફગાવી, શમી 7 લાખ નહિ પુત્રીને આપશે 80 હજાર/માસ

ક્રિકેટર મોહમ્મદ શમીને બંગાળની અલીપુર કોર્ટમાંથી રાહત મળી છે. શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટર મોહમ્મદ શમીને બંગાળની અલીપુર કોર્ટમાંથી રાહત મળી છે. શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંગાળની અલીપુર અદાલતે શમીને રાહત આપતા તેની સામે પત્ની હસીન જહાંની ભરણપોષણની માંગને ફગાવી દીધી છે. હસીન જહાંએ શમી પાસે 7 લાખ રૂપિયા પ્રતિ માસ ભરણપોષણની માંગ કરી હતી જેને કોર્ટે ફગીવી દીધી છે.

માત્ર પુત્રીને આપશે ભરણપોષણ

માત્ર પુત્રીને આપશે ભરણપોષણ

બંગાળની અલીપુર કોર્ટે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંના એ દાવાને ફગાવી દીધો છે જેમાં તેણે પોતાના પતિ પાસે 7 લાખ રૂપિયા ભરણપોષણની માંગ કરી હતી. જો કે જજ નેહા શર્માએ શમીને પુત્રી માટે ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે. શમીને દર મહિને પુત્રીના ભરણપોષણ માટે 80,000 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચોઃ કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વેઆ પણ વાંચોઃ કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વે

કોર્ટે ફગાવી હસીન જહાંની માંગ

કોર્ટે ફગાવી હસીન જહાંની માંગ

શમીના વકીલે કહ્યુ કે શમી શરૂઆતથી જ પુત્રીનું ભરણપોષણ આપવા તૈયાર છે. જો કે શમીએ પોતાની પત્નીનું ભરણપોષણ આપવાનો ઈનકાર કરી દીધો છે કારણકે તેણે મોડેલિંગ અને એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધુ છે. શમી તરફથી કરવામાં આવેલ દલીલ પર હસીનના વકીલે કહ્યુ કે તે પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરી રહી છે. ભરણપોષણની માંગ ફગાવી દેવાયા બાદ હસીન હવે સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોતઆ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોત

હસીન જહાંએ પતિ પાસે માંગ્યા હતા 10 લાખ

હસીન જહાંએ પતિ પાસે માંગ્યા હતા 10 લાખ

હસીન જહાંએ મોહમ્મદ શમી પર માર્ચમાં ઘરેલુ હિંસા સહિત ઘણા આરોપો લાગ્યા હતા. હસીને શમી પર ઘણી યુવતીઓ સાથે અફેર અને તેના પરિવાર પર જહાંને મારવાની કોશિશ કરવાનો ગંભીર આરોપ લગાવ્યા હતા. એપ્રિલમાં હસીને કોર્ટમાં યાચિકા દાખલ કરીને 10 લાખ રૂપિયાના ભરણપોષણની માંગ કરી હતી. તેણે પોતાના માટે 7 લાખ અને પુત્રી માટે 3 લાખ રૂપિયા માંગ્યા હતા.

આ પણ વાંચોઃ જાણો કોણે આપી અવિવાહિત અટલ બિહારી વાજપેયીને મુખાગ્નિઆ પણ વાંચોઃ જાણો કોણે આપી અવિવાહિત અટલ બિહારી વાજપેયીને મુખાગ્નિ

English summary
Court Refused Hasin Jahan's Claim, Mohammed Shami To Give Maintenance Only For Daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X