PM મોદી આજે કરશે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત, સવારે 10.30 વાગે લાગશે પહેલી રસી
Coronavirus Vaccination Drive Today: દેશભરમાં આજથી કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ રહી છે. દેશવાસીઓ માટે આજે બહુ મોટો દિવસ થવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગથી દેશભરમાં આજે 3006 કેન્દ્રો પર રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. પીએમ મોદી રસીકરણ કાર્યક્રમની શરૂઆત સાથે દેશવાસીઓેને પણ સંબોધિત કરી શકે છે. આજે 3006 વેક્સીન કેન્દ્રો પર ત્રણ લાખ હેલ્થકેર વર્કરોને રસી લાગશે.
આ વિશે તમારે કોઈ પણ માહિતી જોઈએ તો તમે 1075 હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી શકો છો. રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સપ્તાહમાં 4 દિવસ રસી લગાવાશે. સપ્તાહમાં ચાર દિવસ - સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વેક્સીન લગાવવામાં આવશે. રસી લગાવનારનો આકો ડેટા Co-Win સૉફ્ટવેરમાં અપલોડ થશે અને તેમને ડિજિટલ સર્ટિફેકેટ પણ મળશે. વેક્સીન લગાવ્યા બાદ માથામાં દુઃખાવો અને થાક જેવા સામાન્ય લક્ષણ દેખાઈ શકે છે. જો કે આમાં ગભરાવાની જરૂર નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે ઉદઘાટનના દિવસે આજે(16 જાન્યુઆરી)એ દરેક વેક્સીન સેન્ટર પર લગભગ 100 લાભાર્થીઓને રસી લગાવવામાં આવશે. પહેલા તબક્કામાં એકીકૃત બાળ વિકાસ સેવા(ICDS)ના કાર્યકર્તા સહિત સરકારી અને ખાનગી ક્ષેત્રના આરોગ્ય કાર્યકર્તા, પહેલા તબક્કામાં રસી મેળવશે. આજે જે લોકોને વેક્સીન લગાવવાની છે તેમનુ લિસ્ટ Co-Win સૉફ્ટવેરમાં અપલોડ કરી દેવામાં આવ્યુ છે અને તેમને મોબાઈલ પર મેસેજ પણ મોકલી દેવામાં આવ્યા છે.
Fact Check: Jioની 5G ટેસ્ટિંગને કારણે પક્ષીઓ મરી રહ્યા છે? જાણો હકીકત