કોરોનાઃ PMOની સીધી નજર, ઈમરજન્સી સામે લડવા માટે 10 ગ્રુપ બનાવ્યા
કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયથી સીધી નજર રાખવામાં આવી રહી છે. ત્યાંથી સતત દરેક ઈમરજન્સીની સ્થિતિ સામે લડવા માટે રણનીતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. પીએમઓમાં આજે પ્રધાનમંત્રી મોદીના પ્રધાન સચિવ ડૉક્ટર પી કે મિશ્રાએ સમીક્ષા બેઠકની આગેવાની કરી છે. તેમણે અલગ અલગ રીતે ઈમરજન્સી સ્થિતિ સામે લડવા માટે 10 ગ્રુપ બનાવ્યા છે.
કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિ પર પ્રધાનમંત્રીનુ કાર્યાલય પળેપળ નજર રાખી રહ્યુ છે. કોરોના અંગેની કોઈ પણ ઈમરજન્સી સ્થિતિ સામે લડવા માટે આજે પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ ડૉક્ટર પીકે મિશ્રાએ 10 ગ્રુપ બનાવ્યા છે જે અલગ અલગ મોરચા પર કામ કરશે અને સતત સ્થિતિ પર નજર રાખશે. પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પીકે મિશ્રા ખુદ પીએમઓમાં સમીક્ષા બેઠકની આગેવાની કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠક આજે આખો દિવસ ચાલશે અને સમયે સમયે પરિસ્થિતિઓના હિસાબે નિર્ણય લેવામાં આવશે અથવા જરૂરિયાત મુજબ રણનીતિમાં સુધારો કરવામાં આવશે.
આ દરમિયાન તમને જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે દેશના નાગરિકોને થઈ રહેલી મુશ્કેલીના કારણે આજે પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા પાસે માફી માંગી છે. તેમણે કહ્યુ કે તે લોકોને પડી રહેલી મુશ્કેલીથી વાકેફ છે પરંતુ સ્થિતિ એવી બની ગઈ છે, જ્યાં ભારત જેવા દેશમાં કોરોના સામે લડવા માટેલૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી.
વળી, તમને જણાવી દઈએ કે રવિવારે સવારે 10 વાગે દેશમાં કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા અધિકૃતરીતે વધીને 979 થઈ ચૂકી છે. આમં 86 લોકો સંપૂર્ણપણે સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે અને 1 વ્યક્તિને માઈગ્રેટ પણ કરવામાં આવ્યો છે પરંતુ ઈલાજ દરમિયાન અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ મન કી બાતમાં જનતાની માફી માંગી, જાણો કેમ?