For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ભવનમાં કોરોનાની દસ્તક, પ્રેસિડેન્ટ એસ્ટેટમાં રહેતી મહિલા સંક્રમિત

રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલા કોરોના પૉઝિટીવ મળી આવી છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં આના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં આ વાયરસના કારણે 1 લાખ 58 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 22 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. અધિકૃત આંકડાઓ અનુસાર દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 17656 કેસોની પુષ્ટિ થઈ છે જ્યારે કોરોનાથી અત્યાર સુધી મરનારની સંખ્યા 559 છે.

રાષ્ટ્રપતિ ભવનમાં કોરોનાની દસ્તક

રાષ્ટ્રપતિ ભવનમાં કોરોનાની દસ્તક

એક મોટા સમાચાર આવી રહ્યા છે જેણે હડકંપ પેદા કરી દીધો છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલા કોરોના પૉઝિટીવ મળી આવી છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ કામ કરતો અંડર સેક્રેટરી લેવના એક આઈએએસ અધિકારીના કાર્યાલયમાં કામ કરતો હતો. આને જોતા અધિકારીએ સાવચેતીરૂપે પોતાના ક્વૉરંટાઈન કરી દીધા છે. મળતી માહિતી મુજબ મહિલાને આરએમએલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

સંક્રમિત મહિલાના સાસુનુ કોરોનાથી થયુ હતુ મોત

સંક્રમિત મહિલાના સાસુનુ કોરોનાથી થયુ હતુ મોત

કહેવામાં આવી રહ્યુ છે કે સંક્રમિત મહિલાના સાસુની હાલમાં જ કોરોના વાયરસથી મોત થયુ છે. પીડિત મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઉપરાંત પડોશના બે અન્ય ઘરોમાં રહેતા કુલ 11 લોકોને પણ હોમ ક્વૉરંટાઈનમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરતા 100થી વધુ સફાઈકર્મી, માળી તેમજ દેખરેખ કરતા અન્ય લોકો પણ આ દરમિયાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યા હતા.આ બધાને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે મહિલાની દીકરીમાં પણ કોરોનાના હળવા લક્ષણો દેખાયા હતા પરંતુ તેનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જરૂરી દિશા-નિર્દેશો મુજબ 125 પરિવારોને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 17656 કેસોની પુષ્ટિ

દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 17656 કેસોની પુષ્ટિ

ભારતની વાત કરીએ તો દેશભરમાંથી અત્યાર સુધી કોરોના વાયરસના 17656 કેસોની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2547 કોરોના દર્દી અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે. 59 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. અત્યાર સુધી દેશમાં કોરોનાના 3,86,791 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના પ્રવકતા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યુ કે અમુક હૉટસ્પૉટમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. આ પ્રભાવી જગ્યાઓની સ્થિતિ ઑન ધ સ્પૉટ સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005 હેઠળના ગૃહ મંત્રાલયે 6 ઈન્ટર મિનીસ્ટીરિયલ સેન્ટ્રલ ટીમોની રચના કરી છે.

આ પણ વાંચોઃ જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીતઆ પણ વાંચોઃ જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીત

English summary
COVID-19 positive case found in Rashtrapati Bhavan, 125 families advised to remain in self-isolation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X