• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19: મુંબઈ માટે આગલા 5 દિવસ અતિ મહત્વપૂર્ણ, ઈટલી-ન્યૂયોર્ક બનવાથી બચવું છે

|

નવી દિલ્હીઃ આગામી પાંચ દિવસ મહારાષ્ટ્ર માટે, ખાસ કરીને મુંબઈ માટે અતિ મહત્વા સાબિત થનાર છે. કેમ કે, આ પાંચ દિવસમાં જ નક્કી થશે કે મુંબઈ કોરોના સંક્રમિતોની સંખ્યા પર કાબૂ કરી શકે છે કે પછી ઈટલી કે ન્યૂયોર્ક જેવા હાલ થઈ શકે છે. કેમ કે પાછલા કેટલાક દિવસોમાં ત્યાં જેવી રીતે કોરોનાના નવા મામલાની સંખ્યામાં વધારો થયો છે, તેને જોતા ભવિષ્યની તસવીર અતિ ભયંકર બની શકે છે. જો કે સ્વાસ્થ્યકર્મી અને તમામ એજન્સીઓ કોરોના સંક્રમણને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ તેમ છતાં પણ જેવી રીતે નવા મામલા સામે આવ્યા છે, તે સારા સંકેત નથી. એવામાં ગ્લોબલ ટ્રેડ જણાવે છે કે જો આગલા પાંચ કે છ દિવસ હાલાત પર નિયંત્રણ બનાવી રાખાશે તો આપણી જીત નિશ્ચિત છે.

પાછલા બે દિવસનો ટ્રેડ ખતરનાક

પાછલા બે દિવસનો ટ્રેડ ખતરનાક

મુંબઈ સહિત આખું મહારાષ્ટ્ર હાલ કોરોના વાયરસના ભયંકર લપેટામાં આવી ગયું છે. દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ લોકો અહીં છે અને તેમાં પણ મુંબઈ સૌથી મોટું હૉટસ્પૉટ બની ગયું છે. મૃતકોની સંખ્યા પણ અહીં સૌથી વધુ છે. એવામાં ઈકોનોમિક્સ ટાઈમ્સે ત્યાં રાજ્ય સરકારા કેટલાક અધિકારીઓ સાથે જે વાત કરી, તે સ્થિતિની ભયાનકતાને જ વ્યક્ત કરે છે. પ્રદેશ સરકાર અને બીએમસીના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ હાલાત પડકાર પૂર્ણ હોવાની વાત કહી છે. તેમણે કહ્યું કે પાછલા દિવસોમાં જેવી રીતે મુંબઈમાં દરરોજ 100થી વધુ મામલા સામે આવ્યા છે, તે એ વાતના સંકેત છે કે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે.

મુંબઈ પર આગલા 5 દિવસ ભારે

મુંબઈ પર આગલા 5 દિવસ ભારે

શુભ સંકેત એ છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે જોડાયેલ લોકો ઉમ્મીદ કરી રહ્યા છે કે આગલા અઠવાડિયે સંક્રમણના મામલામાં કમી આવવી શરૂ થઈ જશે. જો કે તેમની વાતોથી એક ચિંતાજનક ચેતવણી પણ જાહેર થઈ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, 'અત્યાર સુધીના ગ્લોબલ ટ્રેન્ડ્સ અને બીમારીના પ્રકોપને જોતા તો અમે કહી શકીએ કે મુંબઈમાં આગલા પાંચ-6 દિવસોમાં 200થી 300 નવા મામલા આવવાની સંભાવના છે. તેના માટે અમે તૈયાર છીએ, પરંતુ ઉમ્મીદ છે કે આગામી 6 દિવસમાં સંખ્યામાં કમી આવવા લાગશે. જો કે આ પ્રકોપ આગલા 10 દિવસ સુધી વધતો જ રહ્યો તો આપણે ઈટલી અને ન્યૂયોર્ક જેવા હાલાત પણ જોવા પડી શકે છે.' ચિંતાની વાત એ છે કે બે અઠવાડયા પહેલા જ દરરોજ ગણતરીના કેસ જ આવી રહ્યા છે, પરંતુ ફરી સંખ્યામાં તેજીથી વધારો થવો શરૂ થયું છે.

દરરોજ 1500 ટેસ્ટિંગ થઈ રહ્યાં છે

દરરોજ 1500 ટેસ્ટિંગ થઈ રહ્યાં છે

હાલાતને ધ્યાનમાં રાખતા બીએમસીએ ટેસ્ટિંગની સંખ્યા પણ ઘણી વધારી દીધી છે અને આજની તારીખમાં દરરોજ 1500 ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. બીએમસીએ હૉટસ્પૉટમાં તો ટેસ્ટ શરૂ કરી જ દીધા છે સાથે જ દરેક વોર્ડમાં જેને પણ ઉધરસ કે શરદી અથવા તાવની ફરિયાદ છે તેનું ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના એક અધિકારી મુજબ પહેલાના મામલે રાજ્યમાં મોટાભાગના સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત અને પશ્ચિમી એશિયાઈ દેશોથી આવનારા હતા, જે ક્વારંટાઈનમાં મોકલનાર કેન્દ્રની યાદીમાં નહોતા. પરંતુ પાછલા કેટલાક દિવસોમાં જે મામલા વધ્યા છે તેમાં દિલ્હીના નિજામુદ્દીન મરકજનો ઘણો મોટો રોલ છે, ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવી તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

ઝૂંપડપટ્ટીમાં સંક્રમણે ચિંતા વધારી

ઝૂંપડપટ્ટીમાં સંક્રમણે ચિંતા વધારી

મુશ્કેલ એ છે કે ઝૂંપડપટ્ટીમાં કોરોનાના ફેલાવાને રોકવો બહુ પડકારજનક કામ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, એક સંક્રમિત વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં ઓછામાં ઓછા 30 લોકોના સંપર્કમાં હોય ચે. માટે અહીં વાયરસ ઘણો ઝડપી ફેલાય શકે છે અને બધા લોકોને તલાશવાનું કામ પણ ઘણું અઘરું થી જાય છે. સમસ્યા એ છે કે ધારાવીની સાથેસાથે બાંદ્રા ઈસ્ટની ઝૂપડપટ્ટીમાં પણ આ વાયરસ ફેલાણો છે. પુણેમાં પણ સ્થિતિ વિસ્ફોટક છે. જ્યાં લોકોને રોકવા માટે 5 જૉનમાં કર્ફ્યૂ લગાવવું પડ્યું છે.

છેલ્લા 12 કલાકમાં કોરોનાથી દેશમાં 30 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 6412

English summary
Covid-19-The next 5 days are crucial for Mumbai, to avoid becoming Italy-New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more