For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid India: વધી રહ્યુ છે સંક્રમણ, 24 કલાકમાં મળ્યા 3805 દર્દી, સક્રિય કેસ 20000ને પાર

દેશમાં કોરોના મહામારીનુ સંક્રમણ ગયા 4 સપ્તાહથી સતત વધી રહ્યુ છે. જાણો લેટેસ્ટ આંકડા..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીનુ સંક્રમણ ગયા 4 સપ્તાહથી સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3805 દર્દીઓ મળ્યા છે જ્યારે 22 લોકોના મોત થયા છે. આના એક દિવસ પહેલા પણ કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા.

corona

સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા 20 હજારને પાર જતી રહી છે. www.mohfw.gov.in મુજબ હવે દેશમાં 20303 સક્રિય દર્દી છે. વળી, કોરોનાથી બચાવ માટે લોકોને વેક્સીનેશનની ડ્રાઈવ ચાલી રહી છે. કાલના દિવસે દેશભરમાં લોકોને વેક્સીનનો 17,49,063 ડોઝ આપવામાં આવ્યો છે.

હવે રોજ 3 હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે

સરકારી આંકડામાં એ વાત સામે આવી છે કે હવે રોજના 3 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ગયા ગુરુવારે 3545 નવા કેસ સામે આવ્યા હતા. એ પહેલા બુધવારે 3275, મંગળવારે 3205 અને સોમવારે 2568 નવા કેસ સામે આવ્યા હતા. આ રીતે દેશમાં 29 એપ્રિલથી 5 મે સુધી 22,740 નવા દર્દી મળ્યા.

કોરોનાથી રાહત નહિ, 3 રાજ્યોમાં 68 ટકા કેસ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે આખા દેશમાં લગભગ 68 ટકા કેસ માત્ર 3 રાજ્યોમાં સામે આવ્યા છે. એ છે - દિલ્લી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. દિલ્લી છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનુ હૉટસ્પૉટ બનેલુ છે. ગુરુવારે અહીં કોરોનાના 1365 નવા કેસ સામે આવ્યા. આના એક દિવસ પહેલા અહીં 1354 નવા કેસ મળ્યા હતા. અહીં 5 હજારથી વધુ કોરોના સંક્રમિતોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, છેલ્લા એક સપ્તાહમાં આખા દેશમાં 22 હજારથી વધુ દર્દી મળ્યા છે.

English summary
Covid India: 3805 new patients and 3168 recoveries in last 24 hours, 20303 active Now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X