For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Update : છેલ્લા 24 કલાકમાં 2568 કોવિડ કેસ નોંધાયા, 4722 લોકો સાજા થયા

હવે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ બંધ થઈ ગઈ છે. 15 માર્ચ, 2022 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2568 નવા કેસ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

Covid Update : હવે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ બંધ થઈ ગઈ છે. 15 માર્ચ, 2022 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2568 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં, 4 હજાર 722 લોકો કોવિડ 19 થી સાજા થયા છે.

corona update

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 97 લોકોના મોત થયા છે. આ સાથે 14 માર્ચના રોજ એક જ દિવસમાં મૃત્યુઆંક 27 હતો. દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5 લાખ 15 હજાર 974 છે.

દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 33,917 છે, જે કુલ કોરોના કેસના 0.08 ટકા છે. ભારતમાં કોવિડ 19 કેસની કુલ સંખ્યા 4,29,93,494 થઈ ગઈ છે. જ્યારે કુલ રિકવરી 4,24,46,171 છે. દેશમાં કોરોના પોઝિટિવનો દર 0.37 ટકા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય COVID 19 રિકવરી રેટ વધુ સુધરીને 98.72 ટકા થયો છે.

જ્યારે દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 1 ટકા (0.37) ની નીચે રહ્યો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.46 ટકા નોંધાયો હતો. ભારત બુધવારથી 12-14 વર્ષની વય જૂથના બાળકોને સમાવવા માટે તેના રસીકરણ અભિયાનને વિસ્તૃત કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો રસી મેળવવામાં સક્ષમ હતા.

60 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ COVID 19 સામે બૂસ્ટર ડોઝ મેળવી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતે અત્યાર સુધીમાં 180.36 મિલિયન રસીના ડોઝ આપ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 17 લાખ (17,11,867) થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

English summary
Covid Update : 2568 covid cases reported in last 24 hours, 4722 people recovered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X