Covid Update : કોરોના સંક્રમણમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,362 નવા કેસ
Covid Update : ભારતમાં કોરોના વાયરસના આંકડાઓ ઝડપથી ઘટી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર હવે ખતમ થઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સોમવારના રોજ (07 ફેબ્રુઆરી) ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 હજાર 362 નવા કોવિડ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક આંકડામાં 20 ટકાનો ઘટાડો થયો છે, દેશમાં સતત 29 દિવસથી, દૈનિક કોવિડ 19 કેસ એક લાખથી ઓછા છે. આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 66 લોકોના મોત થયા છે.
દેશમાં સક્રિય કેસની સંખ્યા 54 હજાર 118 છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.13 ટકાનો સમાવેશ થાય છે. આવા સમયે કોરોના રિકવરી રેટમાં વધુ સુધારો થયો છે અને તે 98.68 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના કુલ આંકડા 4,29,67,315 પર પહોંચી ગયા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 15 હજાર 102 લોકોના મોત થયા છે.
છેલ્લી વખત ભારતના દૈનિક નવા કેસ 5,000 થી નીચે 16 મે, 2020 ના રોજ હતા, જ્યારે સમગ્ર દેશમાં 4,864 નવા કેસ નોંધાયા હતા. દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,78,90,61,887 (178.90 કરોડ) છે.