કોવિશીલ્ડ વેક્સીનનો બીજો ડોઝ 28 દિવસ પછી લગાવતા દેખાશે વધુ સારુ પરિણામઃ સીરમ ઈન્સ્ટીટ્યુટ
નવી દિલ્લીઃ Vaccination start in India ભારતમાં કોરોના વાયરસ(Coronavirus) સામે આજથી દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યુ છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સીનની રસી આજથી 3 લાખ હેલ્થ કેર વર્કર્સને લગાવવામાં આવશે. જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ કરશે. રસીકરણ અભિયાનના પહેલા તબક્કામાં બંને વેક્સીન પર ઘણા સવાલ ઉઠાવવામાં આવી ચૂક્યા છે. એવામાં સીરમ ઈન્સ્ટીટ્યુટ તરફથી કહેવામાં આવ્યુ છે કે જો કોવિશીલ્ડ ( Covishield)ના બંને ડોઝ વચ્ચે અંતર 28 દિવસનુ રહે તો આની અસર ઘણી વધી જશે. તમને જણાવી દઈએ કે બંને વેક્સીનના બે ડોઝ લોકોને આપવામાં આવશે અને એક ડોઝ બાદ લગભગ 4 સપ્તાહનુ અંતર રાખવામાં આવશે.
બીજા ડોઝ માટે જેટલુ રોકાવામાં આવશે રિઝલ્ટ એટલુ સારુ હશે
એક ન્યૂઝ ચેનલ સાથ વાતચીતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટના કાર્યકારી અધ્યક્ષ સુરેશ જાધવે કહ્યુ કે ટ્રાયલ દરમિયાન અમે એ જોયુ હતુ કે જો બે ડોઝ વચ્ચે અમે અંતર વધાર્યુ કે આનુ રિઝલ્ટ વધુ સારુ જોવા મળ્યુ. સુરેશ જાધવે જણાવ્યુ કે ભલે આ અંતર ચાર સપ્તાહનુ હોય પરંતુ સારી સુરક્ષા આપશે. સાથે જ જો આ અંતર 4 સપ્તાહથી વધીને 6 કે 8 સપ્તાહ સુધી કરી દેવામાં આવે તો આની અસર વધુ જોવા મળશે.
બીજા ડોઝમાં ઉતાવળ કરવાથી અસર ઓછી દેખાશે
સુરેશ જાધવે કહ્યુ કે કોવિશીલ્ડના ફેઝ 3ના ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન અમે 28 દિવસના અંતરમાં વેક્સીનનો બીજો ડોઝ આપવાનુ શરૂ કર્યુ હતુ જેની સારી અસર જોવા મળી. તેમણે જણાવ્યુ કે જો 28 દિવસથી ઓછા સમયમાં વેક્સીનનો બીજો ડોઝ લેવામાં આવશે તો તેની અસર થોડી ઓછી મળશે. એ સ્થિતિમાં આની અસર 70 ટકા રહેશે.
યુઝર્સનો ગુસ્સો જોઈ WhatsAppએ રોક્યો પ્રાઈવસી અપડેટનો પ્લાન