For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌરક્ષાના નામ પર હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર: સુપ્રીમકોર્ટ

ઉચ્ચ ન્યાયાલય ઘ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે ગૌરક્ષાના નામ પર હિંસા કોઈ પણ કારણે સ્વીકાર્ય નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉચ્ચ ન્યાયાલય ઘ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે ગૌરક્ષાના નામ પર હિંસા કોઈ પણ કારણે સ્વીકાર્ય નથી. ઉચ્ચ ન્યાયાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌરક્ષાના નામ પર જે ઘટનાઓ સામે આવી રહી છે તેના પર રાજ્ય સરકારે ગંભીરતા દાખવવી જોઈએ અને તેને રોકવા માટે સખત પગલાં પણ ભરવા જોઈએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતા બેન્ચ ઘ્વારા ગૌરક્ષાના નામ પર થઇ રહેલી હિંસા અને રાજ્યોને કોર્ટનો આદેશ નહીં માનવાની અરજી અંગે જવાબ આપવામાં આવ્યો હતો. સુનાવણી પછી બેન્ચ ઘ્વારા તેમનો નિર્ણય સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે.

supreme court

કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભીડની હિંસા કોઈ પણ જતી અથવા ધર્મ સાથે નહીં જોડવી જોઈએ. જસ્ટિસ મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિત ફક્ત પીડિત હોય છે તેને કોઈ પણ જતી અથવા ધર્મ સાથે નહીં જોડવો જોઈએ. કોઈને પણ કાનૂન હાથમાં લેવાની પરવાનગી નહીં આપવામાં આવે. જસ્ટિસ દિપક મિશ્રાની બેન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કાનૂન વ્યવસ્થાની પરેશાની છે, જેના માટે રાજ્ય સરકાર જવાબદાર છે.

દેશમાં ગૌરક્ષાના નામ પર હિંસા અને અફવાહો પછી મોબ લિન્ચિંગની વધતી ઘટનાઓ વચ્ચે સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભલે કોઈ પણ હોય પરંતુ તેની સામે કડક પગલાં લેવામાં આવે આવે. ઘટનાઓ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિમ્હા ઘ્વારા અદાલતમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર આ મામલા અંગે ગંભીર છે અને તેને રોકવા માટે દરેક સંભવ પગલાં લઇ રહ્યું છે. મહાત્મા ગાંધીના પ્રપોત્ર તરુણ ગાંધીએ ગૌરક્ષાના નામ પર હિંસા મામલે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

English summary
Supreme Court says incidents of cow vigilantism unacceptable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X