ભાજપના પ્રચારથી ડરી કોંગ્રેસ, કહ્યું બંધ રાખો પોતાનું ટીવી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 એપ્રિલ: લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રેલીઓ જનસભાઓ, ટીવી, એફએમ અને પોસ્ટર-બેનરોના માધ્યમથી ભાજપ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ ભાજપના પ્રચારથી ડરી ગઇ છે.

ભાજપથી ડરેલી કોંગ્રેસે લોકોને અપીલ કરી છે કે તે આગામી ત્રણ દિવસો સુધી પોતાના ટીવી બંધ રાખે. ભાજપની જાહેરાતોથી સર્તક થઇને કોંગ્રેસના મહાસચિવ સીપી જોશીએ મતદારોને કહ્યું કે તે આગામી 24 એપ્રિલ સુધી પોતાના ટેલિવિઝન બંધ રાખે. સીપી જોશી કરૌલી-ધૌલપુરના કોંગ્રેસના સમર્થનમાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'ભાજપની કોઇ લહેર નથી અને અહીં સારું થશે કે આગામી 3 દિવસો સુધી લોકો પોતાના ટેલિવિઝન બંધ રાખે અને કોંગ્રેસને વોટ આપે.

cp-joshi

જ્યાં સીપી જોશીએ લોકોને ટીવી બંધ રાખવાની અપીલ કરી રહ્યાં છે તો બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના જુઠ્ઠને સમજવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો દેશને સ્વર્ગ બનાવી દેશે અને મોંધવારીને નીચે લઇ જશે, તેમના આ જુઠ્ઠને સમજવાની જરૂરિયાત છે.

કોંગ્રેસના લોકોને અપીલ કરી રહ્યો છું કે 24 એપ્રિલ સુધી તે ટીવા ના રાખે જેથી તે ભાજપની ઉશ્કેરણીમાં આવવાથી બચી શકે. જોવા જેવી એ વાત હશે કે લોકો કોંગ્રેસની અપીલ કેટલી ગંભીરતાથી લે છે.

English summary
Apparently wary of BJP's advertisement blitz, Congress general secretary CP Joshi asked voters to keep their televisions switched off till April 24, when election will held in remaining five seats in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X