For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુત્વ પર પોતાના વિવાદિત નિવેદન પર સીપી જોશીની સ્પષ્ટતા, 'સત્યમેવ જયતે'

મધ્ય પ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે નેતાઓ વચ્ચે વિવાદિત નિવેદનબાજીની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. જે રીતે એક પછી એક નેતા વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે નેતાઓ વચ્ચે વિવાદિત નિવેદનબાજીની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. જે રીતે એક પછી એક નેતા વિવાદિત નિવેદન આપી રહ્યા છે. તેના કારણે ચૂંટણીના વાતાવરણમાં વિવાદ ઘણો વધી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશીએ જે રીતે હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેના પર તેમણે સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યુ કે મારા નિવેદનને તોડી મરોડીને બતાવવામાં આવ્યુ છે.

cp joshi

જોશીએ કહ્યુ કે હું ભાજપ દ્વારા મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાવાની આકરી નિંદી કરુ છુ. તમામ કયાસો પર વિરામ લગાવીને જોશીએ પોતાના નિવેદનની ટેપ જાહેર કરી છે. તેમનું કહેવુ છે કે મારા નિવેદનના એક હિસ્સાને બતાવીને લોકો વચ્ચે મારા વિરોધમાં વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યુ છે. તેમણે ટ્વીટ દ્વારા પોતાની સ્પષ્ટતા આપી છે. જેમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે. સાથે અંતમાં લખ્યુ છે કે 'સત્યમેવ જયતે'. તમને જણાવી દઈએ કે જોશીએ હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ.

સીપી જોશીએ પણ હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હિંદુત્વ વિશે માત્ર પંડિત જ વાત કરી શકે છે. ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી પંડિત નથી. તે આના વિશે વાત ન કરી શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવ્યા હતા. તેમની એક ટેપ સામે આવી હતી જેમાં તેઓ કહે છે કે જ્યાં સુધી 90 ટકા મુસલમાન મત ન આપે ત્યાં સુધી આપણે નુકશાન ઉઠાવવુ પડશે.

English summary
CP Joshi clarifies his statement on hindutva says bjp fabricated my statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X