For Quick Alerts
For Daily Alerts

કોલકતા નજીક સીપીએમ-ટીએમસીમાં હિંસક ઝડપ
કોલકતા, 8 જાન્યુઆરીઃ 24 પરગના જિલ્લાના ભાંગરમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીએમ સમર્થકો વચ્ચે હિંસક સંઘર્ષ થઇ છે.
આરોપ છે કે, કોલકતામાં થઇ રહેલી સીપીએમની રેલીમાં સામેલ થવા જઇ રહેલાં સમર્થકો સાથે ટીએમસીએ મારપીટ કરી અને તેમના વાહનો સળગાવી દીધા હતા.
સીપીએમએ આરોપ લગાવ્યો છે કે, તેમના સમર્થકો પર ટીએમસીના કાર્યકર્તાઓએ બોમ્બ અને અગ્નીયાસ્ત્રોથી હમલો કર્યો હતો. તેમનો દાવો છે કે સીપીએમના ઓછામાં ઓછા સાત સમર્થકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે કોલકતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અનઅધિકૃત માહિતી એ પણ છે કે બે ઇજાગ્રસ્તોને ગોળી પણ વાગી છે.
નોંધનીય છે કે સીપીએમ નેતા સાથે મારપીટ થઇ હતી,જેના વિરોધમાં મંગળવારે એક રેલી કરવામાં આવી રહી છે.
Comments
cpim trinamool congress clash political tension problem west bengal સીપીઆઇએમ તૃણમૂલ કોંગ્રેસ સંઘર્ષ રાજકીય તણાવ સમસ્યા પશ્ચિમ બંગાળ
English summary
The political tension between the CPIM and tTrinamool Congress aggravated on Tuesday after workers and supporters of the two parties clashed in South 24, Paragana district of the West Bengal creating a law and order problem.