For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં 'ચોકીદાર જ ચોર' નામની ક્રાઇમ થ્રિલર ચાલી રહી છે: રાહુલ ગાંધી

સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને સીબીઆઈ પ્રકરણ પર નવા ખુલાસા પછી દિલ્હીમાં 'ચોકીદાર જ ચોર' નામની ક્રાઇમ થ્રિલર ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે કરેલા પોતાના ટવિટ માં જણાવ્યું કે ઓફિસર થાકી ગયા છે, ભરોસો તૂટી ગયો છે, લોકતંત્ર રડી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સોમવારે સીબીઆઈ ડીઆઈજી મનોજ કુમાર સિન્હા ઘ્વારા પોતાની યાચિકામાં NSA અજિત ડોભાલ, કેન્દ્રીય સતર્કતા આયુક્ત કેવી ચૌધરી અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ પી ચૌધરીનું નામ લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચોર કહ્યા બાદ ભાજપના બીજા મંત્રીએ રાહુલ ગાંધીને ગણાવ્યા નાલાયક બાળક

ચોકીદાર જ ચોર

ચોકીદાર જ ચોર

રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું કે દિલ્હીમાં 'ચોકીદાર જ ચોર' નામની ક્રાઇમ થ્રિલર ચાલી રહી છે. નવા એપિસોડમાં સીબીઆઈના ડીઆઈજી ઘ્વારા એક મંત્રી, એનએસએ, કાનૂન સચિવ અને કેબિનેટ સચિવ વિરુદ્ધ ગંભીર આરોપ છે. ગુજરાતથી લાવેલો તેમનો સાથી કરોડો રૂપિયાની વસૂલી ઉઠાવી રહ્યો છે. ઓફિસર થાકી ગયા છે, ભરોસો તૂટી ગયો છે, લોકતંત્ર રડી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટવિટ સાથે એક સમાચાર પણ શેર કર્યા, જેમાં સીબીઆઈ ડીઆઈજી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ છે.

મોઈન કુરેશી કેસ

મોઈન કુરેશી કેસ

રાહુલ ગાંધી પહેલા પણ મોદી સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. પોતાની ચુનાવી સભામાં રાહુલ ગાંધી રાફેલ ડીલ, વિજય મળ્યા અને નીરવ મોદી અંગે પીએમ મોદી પર સીધા હુમલા કરતા આવ્યા છે. સીબીઆઈ અધિકારી મનીષ કુમાર સિન્હાએ સોમવારે સુપ્રિમકોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને પોતાના ટ્રાન્સફરને પડકાર આપ્યો હતો. કોર્ટમાં 30 પેજની અરજીમાં તેમને કહ્યું કે તેઓ મીટ કારોબારો મોઈન કુરેશી કેસમાં સીબીઆઈ સ્પેશ્યલ ડારેક્ટર રાકેશ અસ્થાના પર 2.95 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપીની તપાસ કરી રહ્યા હતા.

હરિભાઈ ચૌધરીને પણ કરોડો રૂપિયાની લાંચ

હરિભાઈ ચૌધરીને પણ કરોડો રૂપિયાની લાંચ

સીબીઆઈ અધિકારી મનીષ કુમાર સિન્હા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ જાંચમાં અજિત ડોભાલે બે વાર તલાશી રોકવા માટે આદેશ આપ્યા હતા. સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અસ્થાનાની ફરિયાદ કરનાર સતીશ બાબુ સનાએ એવું પણ જણાવ્યું કે ગુજરાતના સાંસદ અને ખનન રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીને પણ કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

English summary
Crime thriller 'Chowkidar hi chor' being run in Delhi: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X