For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનૌત સામે કેસ, ખેડૂતોના અપમાનનો આરોપ લાગ્યો

કંગના રનૌત સામે કેસ, ખેડૂતોના અપમાનનો આરોપ લાગ્યો

|
Google Oneindia Gujarati News

બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ કર્ણાટકના તુમકુરની એક અદાલતમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કંગના રનૌત વિરુદ્ધ ખેડૂતોના અપમાનનો આરોપ લગાવતાં કેસ કરવામાં આવ્યો છે. દાખલ કરાયેલા કેસમાં કહેવામાં આવ્યું કે કંગના રનૌતે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું ટ્વીટ કરી અપમાન કર્યું છે.

kangana

કૃષિ બિલને લઈ કંગના રનૌતે કરેલા એક ટ્વીટને લઈ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ખેડૂતોનું અપમાન કર્યું છે. આ ટ્વીટને લઈ અમૂક જગ્યાએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યાં છે. જો કે બાદમાં સપાઈ આપતાં કંગના રનૌતે કહ્યું હતું કે તેણે ખેડૂતોનું અપમાન નથી કર્યું.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કૃષિ બિલના વિરોધમાં દેશભરના કિસાન સંગઠન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કૃષિ બિલ વિરુદ્ધ 25 સપ્ટેમ્બરે ખેડૂતો અને રાજનૈતિક સંગઠનોએ ભારત બંધ રાખ્યું હતું. ખેડૂતોના ભારત બંધને મિશ્રિત પ્રતિસાદ મળ્યો હતો.

ખેડૂતો એવું સમજી રહ્યા છે કે આ બિલથી ભવિષ્યમાં મંડી વ્યવસ્થા ખતમ થઈ જશે અને ટેકાના ભાવની પ્રણાલી પણ ખતમ થઈ જશે જે કારણે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ લાગૂ થવાથી મોટા કારોબારીઓ ખેડૂતોના ઉત્પાદનને સસ્તા ભાવે ખરીદી જમાખોરી કરશે તેવું ખેડૂતો મહેસૂસ કરી રહ્યા છે.

આ પણ વાંચો- રામદાસ આઠવલેનો દાવો, મોત પહેલા દીશા સાલીયાને કરાઇ હતી ટોર્ચર

English summary
criminal case filed against kangana ranaut in tumkur court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X