સહેવાગથી લઇને PM મોદીએ આ વ્યક્તિ માટે કરી હતી પ્રાર્થના, જાણો કોણ?

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય સૈનિકોની ખૂમારી અને વીરતાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. આવો જ એક કિસ્સો બન્યો 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના બાંદીપોરમાં જ્યારે લશ્કર એ તૈયબાના આતંકી સાથે હિંસક અથડામણમાં સીઆરપીએફના કમાન્ડન્ટની ચેતન ચીતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થા. તેમને શરીરમાં અલગ અલગ જગ્યાએ કુલ 9 ગોળીઓ વાગી હતી. પણ તેમ છતાં તેમણે એક આતંકીને મારી નાંખ્યો અને બીજો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો. હાલ તે ચેતન ચીતાને હોસ્પિટલથી બુધવારે રજા આપવામાં આવી છે. હવે તેમની સ્થિતિ સારી છે. ત્યારે કેવી વીરતા બતાવી છે સીઆરપીએફના આ જવાને તે અંગે વિગતવાર જાણો અહીં. નોંધનીય છે કે આ જવાન માટે પીએમ મોદી સમેત અનેક લોકોએ પ્રાર્થના કરી હતી. વળી કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ સમતે ઇન્ડિયન આર્મીના જનરલ બિપીન રાવત પણ તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે આ વીર જવાન વિષે વિગતવાર જાણો અહીં...

બધાએ કરી પ્રાર્થના

બધાએ કરી પ્રાર્થના

નોંધનીય છે કે ચેતન ચીતા જલ્દી સારા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમતે ક્રિકેટર વીરેન્દ્ર સહવાગે અને બોક્સર વિજેન્દ્ર સિંહે પણ પ્રાર્થના કરી હતી. સીઆરપીએફના ચીફ દુર્ગાની માનીએ તો ચેતને પોતાના ટ્રુપના આવવાની પણ રાહ નહતી જોઇ. અને આતંકીઓથી લડવા માટે એકલા જ નીકળી પડ્યા હતા. તેમણે આટલી ગંભીર હાલતમાં પણ લશ્કર એ તૈયબાના એક આતંકીને મારી નાંખ્યો હતો. નોંધનીય છે કે આ બાંદીપોરના હાજિનનું તે જ એન્કાઉન્ટર છે જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.

ડોક્ટરોએ કર્યા વખાણ

ડોક્ટરોએ કર્યા વખાણ

સીઆરપીએફની 45મી બટાલિયનના કમાન્ડેન્ટ ચેતન કુમાર ચીતાનો ઇલાજ દિલ્હીની એમ્સમાં થયો હતો. તેમની સ્થિતી જ્યારે તે આવ્યા ત્યારે ખૂબ જ નાજૂક હતી. તેમના શરીરના અલગ અલગ ભાગમાં નવ ગોળીઓ વાગી હતી. ત્યારે તેમને ઠીક કરનાર ડોક્ટરોનું કહેવું હતું કે તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ છે. અને આ જ કારણે તે મોતને માત આપી શક્યા છે.

આંખમાં પણ ગોળી

આંખમાં પણ ગોળી

એન્કાઉન્ટર પૂર્ણ થયા પછી ચેતનને એરલીફ્ટ કરી દિલ્હીના એમ્સમાં લાવવામાં આવ્યા હતા. ચેતનને જ્યારે જમ્મુ કાશ્મીર પોલીસથી ખબર તો તે પોતાની રાષ્ટ્રીય રાયફલ્સ લઇને નીકળી પડ્યા.

9 ગોળીઓ

9 ગોળીઓ

આતંકીઓએ 30 રાઉન્ડ ગોળીઓના ચલાયા હતા. જેની સામે તેમણે 16 રાઉન્ડ ગોળીના ચલાવી એક આતંકીને મારી નાંખ્યો. જ્યારે બીજા આંતકી જે લશ્કર એ તૈયબાનો કમાન્ડર અબુ મુસાબ હતા તે ત્યાંથી ભાગી નીકળ્યો. નોંધનીય છે કે આતંકીઓ પાસે એકે 47 સમતે યુબીજીએલ અને અંડર બેરેલ ગ્રેનેડ લોન્ચર્સ જેવા ખતરનાક હથિયારો હતા. નોંધનીય પાછળથી તેમાં આર્મી પણ જોડાઇ હતી પણ શરૂઆતમાં સીઆરપીએફના જવાનમાં એકલા ચેતન જ રહ્યા હતા. તે જ્યાં સુધી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ઢળી ના પડ્યા ત્યાં સુધી ફાયરિંગ કરતા રહ્યા હતા. જે તેમના અદમ્ય સહાસને બતાવે છે

ઇજાઓ

ઇજાઓ

ચીતાને આંખ સમેત પેટ, હાથ, જાંધ અને નીચેના હિસ્સામાં ગોળીઓ વાગી હતી. વળી તેમના ખભામાં ફેક્ચર્સ પણ થયા હતા. 9 ગોળીઓ શરીરમાં હોવા છતાં આજે દેશવાસીઓની દુઆના કારણે તે સ્વસ્થ થઇને હોસ્પિટલમાં ઘરે પાછા જઇ રહ્યા છે. ત્યારે તેમની ગજબની વીરતા માટે તમામ દેશવાસીઓ તેમને સલામ કરે છે.

English summary
CRPF commandant Chetan Cheetahs wife has informed that he is fine and will be discharged soon
Please Wait while comments are loading...