For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવદૂત બન્યા CRPFના જવાન, ગર્ભવતિ મહિલાને 6 કિમી ખભા પર ઉંચકી હોસ્પિટલે પહોંચાડી

દેવદૂત બન્યા CRPFના જવાન, ગર્ભવતિ મહિલાને 6 કિમી ખભા પર ઉંચકી હોસ્પિટલે પહોંચાડી

|
Google Oneindia Gujarati News

બીજાપુરઃ ફરી એકવાર સીઆરપીએફ જવાનોએ માનવતા અને કર્તવ્યની મિસાલ આપી છે, જે વિશે સાંભળી તમારી છાતી પણ ગર્વથી ફૂલી જશે. આ ઘટના છે છત્તીસગઢના બીજાપુરની જ્યાંના નક્સલ પ્રભાવિત ગાઢ જંગલમાં ગર્ભવતિ મહિલા માટે સીઆરપીએફના જવાને દેવદૂત બનીને આવ્યા, પ્રસવ પીડાથી તડપી રહેલી એક મહિલાને જવાનોએ ખાટલા પર સુવડાવી તેને ખભા પર ઉંચકીને 6 કિમી દૂર આવેલ હોસ્પિટલ સુધી ચાલીને લઈ ગયા.

crpf

હોસ્પિટલે પહોંચવા પર મહિલાએ બાળકને જન્મ આપ્યો, બંને સ્વસ્થ છે અને આવું આ જવાનોના કારણે જ શક્ય બની શક્યું છે, જો સમય પર આ બધા જવાન મહિલાની મદદે ના આવ્યા હોત તો કદાચ સ્થિતિ આઘાતજનક બની ગઈ હોત.

CoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજરCoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજર

દેવદૂત બન્યા જવાન

જણાવી દઈએ કે બીજાપુર જિલ્લાના પડેડા ગામના જંગલમાં સીઆરપીએફ ટીમ પેટ્રોલિંગ પર હતી કે ત્યારે જ ગામના લોકોએ કમાંડર અવિનાશ રાયને બૂંદી નામની મહિલાની તબિયત ખરાબ હોવાની જાણકારી આપી, જે બાદ કમાંડર અવિનાશ બૂંદીના ઘરે પહોંચ્યા, જ્યાં તેની હાલ વધુ ખરાબ હતી, આજુબાજુમાં કોઈ ડૉક્ટર નહોતો કે ત્યાં કોઈપણ વાહનની સુવિધા પણ નહોતી, એવામાં કમાંડર અવિનાશ રાયે ખુદ જવાનોની સાથે મળી બૂંદીની મદદ કરવાનો ફેસલો કર્યો અને ખાટલા પર સુવડાવી મહિલાને 6 કિમી સુધી ચાલીને લઈ ગયા, મહિલાને જિલ્લા હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી જ્યાં ગર્ભવતીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'

English summary
CRPF men carry pregnant woman on cot, help her reach hospital safely Bijapur, Chhattisgarh, Here is details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X