• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોલકાતામાં સ્ટેશન પાસે વિસ્ફોટ, ત્રણ ઘાયલ

|

કોલકાતા, 11 જાન્યુઆરી: એક મોટા સમાચાર કોલકાતાના દમદમ મેટ્રો સ્ટેશનથી આવ્યા છે જ્યાં શનિવારે એક ટિફિન બોમ્બ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

ટીવી ન્યૂઝ આજ તક અનુસાર આ વિસ્ફોટ દમદમ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 2 પાસે થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટક કચરના ડબ્બામાં મૂકવામાં આવ્યા હતું. જ્યાંથી અન્ય જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે.

ઘટના બાદ ઘાયલોને તુરંત હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે, અને સ્ટેશનની આસ-પાસ સહિત આખા કોલકાતામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કચરના ઢગલામાંથી ત્રણ જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. હાલમાં પોલીસ આ વિસ્ફોટ અંગેની તપાસ કરી રહી છે.

પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ દેશના તમામ રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ઓછી તિવ્રતાનો વિસ્ફોટ હોવાના કારણે નુકસાન ઓછું થયું છે.

English summary
A crude bomb went off on Saturday at Kolkatas Dum Dum railway station. 3 children have been injured in the explosion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X