For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ

મુખ્ય સચિવ અંશુલ પ્રકાશ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલિસ દ્વારા કોર્ટમાં દાખલ કરેલ ચાર્જશીટમાં કેજરીવાલ-સિસોદિયાને ગુનાહિત ષડયંત્ર રચવાના માસ્ટર માઈન્ડ ગણવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુખ્ય સચિવ અંશુલ પ્રકાશ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલિસ દ્વારા કોર્ટમાં દાખલ કરેલ ચાર્જશીટમાં કેજરીવાલ-સિસોદિયાને ગુનાહિત ષડયંત્ર રચવાના માસ્ટર માઈન્ડ ગણવામાં આવ્યા છે. આ કેસમાં દાખલ કરેલ ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલ અને સિસોદિયા પર ગુનાહિત હેતુસર અને દબાણ કરવાની નિયતથી અંશુલ પ્રકાશને મીટિંગમાં બોલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કેજરીવાલ-સિસોદિયા પર ષડયંત્ર રચવાનો આરોપ

કેજરીવાલ-સિસોદિયા પર ષડયંત્ર રચવાનો આરોપ

પટિયાલા હાઉસ કોર્ટે ચાર્જશીટનો ચાર્જ લઈને સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ઉપરાંત 11 અન્ય ધારાસભ્યોને સમન કર્યા હતા. આ બધા લોકોના નામ દિલ્હી પોલિસની ચાર્જશીટમાં શામેલ છે. આ બધા આરોપીઓને કોર્ટે 25 ઓક્ટોબરે હાજર થવા માટે કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ દિલ્હીઃ ‘મારપીટ પહેલા રોહિત તોમરે ટોયલેટમાં કર્યો હતો બળાત્કાર': પીડિતાઆ પણ વાંચોઃ દિલ્હીઃ ‘મારપીટ પહેલા રોહિત તોમરે ટોયલેટમાં કર્યો હતો બળાત્કાર': પીડિતા

કોર્ટે આપના 13 નેતાઓને આપ્યા સમન

કોર્ટે આપના 13 નેતાઓને આપ્યા સમન

દિલ્હી પોલિસ દ્વારા 1300 પાનાંની ચાર્જશીટમાં આપના 13 નેતાઓ પર ગુનાહિત ષડયંત્ર, સરકારી કર્મચારી સાથે દુર્વ્યવહાર, જાનથી મારી નાખવાની ધમકી વગેરે આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસમાં સેક્શન 506 (2) હેઠળ મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈ છે. ચાર્જશીટમાં આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ અને પ્રકાશ જરવાલ પર મુખ્ય સચિવને થપ્પડ મારવાનો આરોપ છે.

કોંગ્રેસે પણ આપ પર કર્યો હુમલો

કોંગ્રેસે પણ આપ પર કર્યો હુમલો

પોલિસનો આરોપ છે કે સીનિયર અધિકારીને સોફા પર બેસાડવામાં આવ્યા અને તેમના માથા પર જોરથી હુમલો કરવામાં આવ્યો. વળી, એ પણ કહેવામાં આવ્યુ કે અંશુલ પ્રકાશ આ હુમલા બાદ અવાક જ રહી ગયા હતા. આપના પ્રવકતા સૌરભ ભારદ્વાજે ચાર્જશીટમાં લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પક્ષના નેતાઓ પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. આ ચાર્જશીટ અંગે કોંગ્રેસે પણ આપ પર હુમલો કર્યો છે અને કહ્યુ કે ચાર્જશીટ એ વાતનો પુરાવો છે કે આપ નેતા આ પ્રકારની ગુનાહિત ઘટનાઓમાં શામેલ રહ્યા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી અને શિવરાજસિંહને મધ્યપ્રદેશ હાઈકોર્ટ આપ્યો મોટો ઝટકોઆ પણ વાંચોઃ પીએમ મોદી અને શિવરાજસિંહને મધ્યપ્રદેશ હાઈકોર્ટ આપ્યો મોટો ઝટકો

English summary
cs anshul prakash case: Arvind Kejriwal Manish Sisodia kingpins of criminal conspiracy says delhi police charge sheet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X