For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: લખનઉમાં કચરામાંથી મળી 18 બોરી સાચી નોટોનું કતરણ!

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આઇઆઇએમ રોડ પણ ત્યારે અફરાતફરી મચી ગઇ જ્યારે લોકોકચરામાંથી નોટોથી ફરેલી એક બે નહીં કુલ 18 બોરીઓ મળી. એટલું જ નહીં આ નોટો જેને કતરવામાં આવી હતી તે તમામ નોટો સાચી છે. આ કોઇ ખોટી નોટોની કતરણ ભરેલી બોરીઓ નહતી પણ સાચી નોટોની કતરણની ભરેલી બોરીઓ હતી.

જો કે આ તમામ નોટો બજારમાં તો ચાલી શકે તેવી નહતી કારણ કે આ તમામ નોટ કાપેલી અને ખરાબ હતી. વળી આ કતરણમાં 10 અને 50થી લઇને 500 થી 1000 રૂપિયા સુધીની નોટ હતી. ત્યારે શું છે આ આખો મામલો અને પોલિસનું આ મામલે શું કહેવું છે તે જાણો નીચેના આ આર્ટીકલમાં...

રસ્તા પડે પડેલા હતા નોટ

રસ્તા પડે પડેલા હતા નોટ

લખનઉના રસ્તા પર લોકોને જોવા મળ્યા નોટોના ટુકડા. લોકોમાં પણ આનાથી ભારે કતૂહૂલ જાગ્યું અને લોકો આમાંથી સારી નોટ શોધવા લાગ્યા.

પોલિસને કરાઇ જાણ

પોલિસને કરાઇ જાણ

જો કે આટલી મોટી સંખ્યામાં રસ્તા પર નોટો જોવા મળતા પોલિસને પણ જાણ કરાઇ હતી.

કચરામાંથી મળી નોટો

કચરામાંથી મળી નોટો

લખનઉના આઇઆઇએમ રોડ પર એક બે નહીં આવી નોટોની કતરણની કુલ 18 બોરીઓ પોલિસને મળી.

રસ્તા પર લોકો લગાવી ભીડ

રસ્તા પર લોકો લગાવી ભીડ

જો કે રસ્તા પર નોટોને જોઇને લોકોએ પણ આ નોટો ભેગી કરવાની શરૂઆત કરી દીધી કે કદાચ આ નોટો કોઇ રીતે તેમને કામમાં આવે.

10, 50 નહીં 500 અને 1000ની પણ નોટ

10, 50 નહીં 500 અને 1000ની પણ નોટ

લખનઉના સીતાપુર રોડ પાસેના વિસ્તારમાં થયેલી આ ધટનામાં રસ્તા પર ખાલી 10 કે 50 રૂપિયાની જ નોટનું કતરણ નહતું 500 અને 1000 રૂપિયાની નોટનું પણ કતરણ હતું.

પોલિસે આદરી તપાસ

પોલિસે આદરી તપાસ

જો કે આટલા મોટા પ્રમાણમાં સાચી નોટોનું કતરણ મળી આવતા પોલિસને પણ ભારે આશ્ચર્ય થયું હતું. હાલ તો પોલિસે આ તમામ કતરણની બોરીઓને જપ્ત કરીને તેની પર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Around 18 big bags of currency notes have been found in garbage on IIM road in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X