For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Swiggyમાં કર્યો ઑર્ડર, મુસ્લિમ ડિલિવરી બૉય હોવાના કારણે ના સ્વીકાર્યુ

તેલંગાનામાં ફૂડ ડિલિવરીનો શરમજનક મામલો સામે આવ્યો છે. અહીં ગ્રાહકે ડિલિવરી બૉય પાસેથી માત્ર એટલા માટે જમવાનુ લેવાની ના પાડી દીધી કારણકે તે મુસ્લિમ હતો.

|
Google Oneindia Gujarati News

તેલંગાનામાં ફૂડ ડિલિવરીનો શરમજનક મામલો સામે આવ્યો છે. અહીં ગ્રાહકે ડિલિવરી બૉય પાસેથી માત્ર એટલા માટે જમવાનુ લેવાની ના પાડી દીધી કારણકે તે મુસ્લિમ હતો. આ બાબતે સ્વિગી તરફથી ગ્રાહક સામે પોલિસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલિસ ઈન્સ્પેક્ટર પી શ્રીનિવાસને જણાવ્યુ કે તેમને સ્વિગી કંપનીના એક્ઝીક્યુટીવ મુદસ્સિર સુલેમાન તરફથી ફરિયાદ મળી છે કે એક ગ્રાહકે જમવાનુ ઑર્ડર કર્યા બાદ માત્ર એટલા માટે તે સ્વીકાર્યુ કારણકે તે મુસ્લિમ હતો.

swiggy

નોંધાશે એફઆઈઆર

પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અમે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને ટૂંક સમયમાં જ ગ્રાહક સામે એફઆઈઆર કરીશુ. આ દરમિયાન ડિલિવરી બૉયે આ ઘટનાની જાણકારી મુસ્લિમ સંગઠન મજલિસ બચાવો તહરીકના અધ્યક્ષ અમજદ ઉલ્લા ખાંને ટ્વિટર દ્વારા આપી છે. તમને જણાવી દઈએ કે ગ્રહાકે ચિકન-65 ઑર્ડર કર્યુ હતુ અને માંગ કરી હતી કે આને કોઈ હિંદુ છોકરા દ્વારા ડિલિવર કરવામાં આવે પરંતુ જ્યારે ઑર્ડર મુસ્લિમ ડિલિવરી મેન લઈને પહોંચ્યો ગ્રાહકે ઑર્ડર લેવાની મનાઈ કરી દીધી.

સ્વિગીએ આપ્યો જવાબ

આ બાબતે સ્વિગી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યુ કે અમે વિવિધતાને સ્વીકારીએ છીએ અને બધાના વિચારોનુ સમ્માન કરીએ છીએ. દરેક ઑર્ડર ડિલિવરી એક્ઝીક્યુટીવને તેના લોકેશનના હિસાબે આપવામાં આવે છે. તેને કોઈની વ્યક્તિગત પસંદ પર અલૉટ કરવામાં નથી આવતુ. સંગઠન તરીકે અમે પાર્ટર્નર્સ અને ગ્રાહકો વચ્ચે કોઈ પણ આધારે ભેદભાવ નથી કરતા. જે ગ્રાહકે ઑર્ડર લેવાનો ઈકાર કર્યો તેનો સંપર્ક થઈ શક્યો નથી.

પહેલા થઈ ચૂક્યુ છે આવુ

મહત્વની વાત એ છે કે જે રેસ્ટોરન્ટથી જમવાનુ ઑર્ડર કરવામાં આવ્યુ હતુ તે એક મુસ્લિમનુ છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ આ રીતનો મામલો સામે આવ્યો હતો. જ્યારે મધ્યપ્રદેશમાં ઝોમેટોથી એક વ્યક્તિએ જમવાનુ ઑર્ડર કર્યુ હતુ. એ વખતે પણ ગ્રાહકે મુસ્લિમ ડિલિવરી બૉય પાસેથી જમવાનુ લેવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડાઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડા

English summary
Customer refused to accept food from Muslim delivery boy of Swiggy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X