For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલગેટ: સરકારી દખલગીરી પર CVCએ માંગ્યો CBI પાસે જવાબ

|
Google Oneindia Gujarati News

cbi
નવી દિલ્હી, 10 મે: કાનૂનમંત્રી અશ્વિની કુમાર અને રેલમંત્રી પવન બંસલ બંને પર રાજીનામાનું દબાણ વધી ગયું છે. જોકે સૂત્રોના અનુસાર ટૂંક સમયમાં થનારા કેબિનેટમાં ફેરબદલમાં પવન કુમાર બંસલની વિકેટ પડવાની તો નક્કી છે પરંતુ અશ્વિની કુમારને વિભાગ બદલીને છોડી મૂકાશે. આની વચ્ચે કેન્દ્રીય દેખરેખ કમિશન એટલે કે સીવીસીએ કોલસા બ્લોક ફાળવણી તપાસમાં સરકારી દખલગીરી પર સીબીઆઇ પાસે રિપોર્ટ માંગીને સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સોનિયા ગાંધીની આગેવાનીમાં યોજાનાર કોંગ્રેસ કોર ગ્રુપની બેઠમાં પરિસ્થિતિઓ થાળે પાડવા માટે અંતિમ પગલા ભરવામાં આવશે. આવતા અઠવાડીયે સંભવિત કેબિનેટ ફેરબદલમાં પવન બંસલને હટાવી દેવામાં આવે તે નક્કી છે પરંતુ અશ્વિની કુમારના વિભાગમાં ફેરફાર થઇ શકે છે.

જ્યારે બીજી બાજું અત્યાર સુધી કોંગ્રેસ મંત્રીઓનો બચાવ કરી રહેલા પ્રવક્તાઓના સૂર હવે બદલાતા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રેણુકા ચોધરી અનુસાર જે લોકોએ નિર્ણય કરવાનો છે તેઓ કરી રહ્યા છે, હું તેની પર કઇ રીતે ટિપ્પણી કરી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા બ્લોક ફાળવણી મામલાની તપાસને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢ્યાના બીજા દિવસે (10 મે) કાનૂનમંત્રી અશ્વિની કુમારે પ્રધાનમંત્રી મનમોહનસિંહની મુલાકાત કરી. કુમારે પ્રધાનમંત્રીના કાર્યાલય સાઉથ બ્લોક જઇને તેમની મુલાકાત કરી હતી. કહેવાય છે કે તેમણે કોલસા ઘોટાળા તપાસ રિપોર્ટમાંથી 'સાર' બદલી દેવા માટે સીબીઆઇ, પ્રધાનમંત્રી કાર્યાલય અને કોલસા મંત્રાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી. કહેવાય છે કે એટર્ની જનરલ પણ પ્રધાનમંત્રીને મળવા ગયા હતા.

English summary
The CBI has also been asked to submit its latest status report on the case to the Commission, official sources said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X