લો બોલો: હવે કર્ણાટકના CMએ સિયાચીનને ચીનનો ભાગ કહ્યો

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક નાનકડી ટાઇપિંગ મિસ્ટેક કરી લીધી જેના કારણે તેમની મોટી બધી આલોચના સાંભળવી પડી. જો કે કર્ણાટકના સીએમ તરીકે સિદ્ધારમૈયાએ જે ભૂલ કરી તેનાથી સિયાચીન ચીનનો એક ભાગ બની ગયો હતો. જો કે તે બાદ આ વિવાદિત ટ્વિટને સોશ્યલ મીડિયાથી નીકાળવામાં આવ્યું પણ ત્યાં સુધીમાં અર્થનું અનર્થ થઇ ગયું હતું અને વિવાદ સર્જાઇ ચૂક્યો હતો.

twitte

થયું એવું કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચીનના સિચુઆન પ્રાંતનો સ્પેલિંગ ભૂલથી સિયાચીન કરી દીધો. નોંધનીય છે કે સીએમ અને ચીનના એક પ્રતિનિધિમંડળ વચ્ચેના મીટીંગના ફોટોને તે જ્યારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા ત્યારે આ ભૂલ સર્જાઇ હતી.

એટલું જ નહીં ટ્વિટર અને ફેસબુક બન્ને પર આ પોસ્ટ મૂકવામાં આવી હતી. વિશેષજ્ઞોનું માનીએ તો સિયાચીન સિયાચીન ભારતનું કાશ્મીર કરતા પણ મહત્વનું સ્થાન છે. અને પાકિસ્તાન અને ચીન હંમેશા આ વિસ્તાર પર પોતાની નજર જમાવીને બેઠા છે.

પણ ભારતના શૂરવીર જવાનો પાક અને ચીનના આ નાપાક ઇરાદાને આજ દિવસ સુધી હકીકત બનાવા નથી દીધો. તેના રણનિતિક મહત્વને જોતા કર્ણાટકના સીએમ દ્વારા કરવામાં આવેલી આ ભૂલની મોટી આલોચના થઇ હતી.

English summary
A simple typo error came as a major embarrassment to the chief minister of Karnataka Siddaramaiah.
Please Wait while comments are loading...