પત્ર લખનારાઓની ભાજપ સાથે મિલીભગત કહેવા પર ભડક્યા કપિલ સિબ્બલ
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ રહી છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાં ફેરફાર વિશે એક પત્ર લખ્યો છે. ત્યારબાદ સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે આવા સમયમાં આ બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પત્ર લખનારા નેતાઓ પાછળ ભાજપ હોઈ શકે છે. આના પર પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને કડક વિરોધ દર્શાવ્યો છે. કપિલ સિબ્બલનુ નામ પણ પત્ર લખનાર નેતાઓમાં છે. રાહુલના આ નિવેદન બાદ બેઠકની વચ્ચેથી જ કપિલ સિબ્બલે ટ્વિટ કર્યુ.

30 વર્ષમાં ક્યારેય પાર્ટી સામે નથી બોલ્યોઃ સિબ્બલ
કપિલ સિબ્બલે પોતાના ટ્વિટમાં લખ્યુ - રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અમારી મિલીભગત ભારતીય જનતા પાર્ટી સાથે છે. મે રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો સાચો પક્ષ રાખ્યો. મણિપુરમાં પાર્ટીને બચાવી. છેલ્લા 30 વર્ષથી પાર્ટીમાં છુ અને ક્યારેય કોઈ નિવેદન આપ્યુ નથી જે કોઈ પણ મુદ્દે ભાજપને ફાયદો ન કરાવે પરંતુ આજે મને ભાજપને મદદ કરનારો કહેવામાં આવી રહ્યો છે. જો કે બાદમાં સિબ્બલે એમ કહીને ટ્વિટ ડિલીટ કરી દીધુ કે રાહુલ ગાંધી વ્યક્તિગત રીતે તેમને જણાવવામાં આવ્યુ છે કે તેમણે આવુ નથી કહ્યુ.

ગુલામ નબી આઝાદે કહ્યુ - રાજીનામુ આપી દઈશ
રાહુલ ગાંધીના નિવેદન પર રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે જો કોઈ એ સાબિત કરી દે કે તે કોઈ પણ રીતે ભાજપને મળેલા છે તો પોતાનુ રાજીનામુ આપવા માટે તૈયાર છે. આઝાદે કહ્યુ કે પત્ર લખવાના કારણે કોંગ્રેસની કાર્યકારી સમિતી હતી જેમાં ફેરફાર વિશે અમે પત્ર લખ્યો છે. પત્ર સંગઠનને મજબૂત બનાવવા માટે લખવામાં આવ્યો છે. કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ સહિત 23 નેતાઓએ હાલમાં જ પત્ર લખીને કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારની માંગ કરી છે. ત્યારબાદ સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી દીધી.

રાહુલે શું કહ્યુ છે
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી વિચારધારાની જંગ લડી રહી છે એવા સમયમાં આ પત્રથી ભાજપને જ ફાયદો થશે. એવુ લાગે છે કે આ પત્ર ભાજપના ઈશારે લખવામાં આવ્યો છે. જે સમયે પત્ર લખવામાં આવ્યો તે સમયે સોનિયા ગાંધી બિમાર હતા, આ વાતથી મને ખૂબ દુઃખ થયુ છે. છેવટે જ્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રાજકીય સંકટનો સામનો કરી રહી હતી અને જ્યારે અધ્યક્ષ બિમાર હતા ત્યારે જ પત્ર કેમ મોકલવામાં આવ્યો?
Fact Check: શું સુશાંતના દોસ્ત સંદીપનુ દાઉદ સાથે કનેક્શન છે? જાણો સચ્ચાઈ