Cyclone Asani Update : જાણો કયા રાજ્યોમાં થશે વરસાદ અને ક્યાં પડશે ગરમી
Weather Update : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, થોડી રાહત બાદ, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ પાછી આવવાની અપેક્ષા છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળશે. જોકે આસાની વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ હજૂ પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ પડશે.

આજથી આ રાજ્યોમાં લૂ લાગશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાનમાં ખાસ કરીને જોધપુર, બિકાનેર, જયપુર અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાંઆજથી એટલે કે 8 મેથી ગરમીની લહેર અનુભવાય તેવી શક્યતા છે અને આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસનીવચ્ચે રહેવાની શક્યતા છે.
શનિવારના રોજ છેલ્લા દિવસે, બાંસવાડા 45.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ હતું. બાડમેરમાં45 ડિગ્રી સેલ્સિયસ, ફલોદીમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ, બિકાનેરમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ અને જેસલમેર, નાગૌર અને ડુંગરપુરમાં 44.4 ડિગ્રીસેલ્સિયસ નોંધાયું હતું.

રાજસ્થાનમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શનિવારના રોજ રાજસ્થાનના તમામ મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયુંહતું. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન, બિકાનેર અને જોધપુર વિભાગના જિલ્લાઓમાં પણ પ્રમાણમાં મજબૂત ધૂળવાળો પવન અનેગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદથયો છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ બાડમેરમાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આગામી 2-3 દિવસ હવામાન યથાવત રહેશે
આ દરમિયાન પશ્ચિમ ઓડિશામાં શનિવારના રોજ (07 મે) તીવ્ર ગરમીની લહેર યથાવત રહી હતી, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાંહવામાન તુલનાત્મક રીતે ઠંડુ હતું.
શુક્રવારથી આ પ્રદેશના દસ વેધર સ્ટેશનોએ 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ તાપમાન નોંધ્યું છે,જ્યારે કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 1-3 ડિગ્રી વધ્યું છે.
બોલાંગીર શહેરમાં સૌથી વધુ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,ત્યારબાદ નુઆપાડામાં 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મેટ ઓફિસે જણાવ્યું હતું કે, રાજધાનીમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસઅને કટકમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી બે-ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
મેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજસ્થાનમાં 7 મે થી 9 મે દરમિયાન અને દક્ષિણ હરિયાણા, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશઅને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં 8 અને 9 મેના રોજ હીટવેવની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.