Cyclone Burevi થયુ શક્તિશાળી, મુલ્લાઈટિવુ પર આજે કરશે લેંડફૉલ, 4 ડિસેમ્બરે પહોંચશે તમિલનાડુ
Cyclone Burevi: ચક્રવાત 'બુરેવી'ના કારણે હાલમાં તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની એલર્ટ જારી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આ તોફાન શુક્રવારે કેરળ અને તમિલનાડુ સાથે ટકરાશે જેના કારણે તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં આજથી લઈને પાંચ ડિસેમ્બર સુધી ઝડપી પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે. આના કારણે આ બધી જગ્યાઓએ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

પીએમ મોદીએ આપ્યો દરેક સંભવ મદદનો ભરોસો
હાલમાં તોફાનની સ્થિતિને પહોંચી વળવા માટે 2000થી વધુ રાહત શિબિરો ખોલ્યા છે અને પાંચ ડિસેમ્બર સુધી તટ પર માછલી પકડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને માછીમારોને અપીલ કરી છે કે તે દરિયામાં ન જાય. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને તેમને કેન્દ્રમાંથી દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. વળી, ગૃહમંત્રી અમિત શાહે પણ કેરળ અને તમિલનાડુના સીએમ સાથે વાત કરી છે અને તેમને મદદનુ આશ્વાસન આપ્યુ છે. પીએમ મોદીએ ફોન પર વાત કર્યા બાદ આ વિશે ટ્વિટ પણ કર્યુ હતુ.

એનડીઆરએફની ટીમો પહોંચી
વળી, સીએમ વિજયને કહ્યુ છે કે ચક્રવાત બુરેવીને જોતા 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરોમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યમાં એનડીઆરએફની 8 ટીમો પહોંચી ગઈ છે. એરફોર્સ અને નેવી રેસ્ક્યુ અને રિલીઝ ઑપરેશન્સ માટે તૈયાર છે.

ભારેથી અતિ ભારે વરસાદના અણસાર
વળી, સ્કાઈમેટ આવતા 24 કલાક દરમિયાન તમિલનાડુના તટીય અને ઉત્તરી ભાગો - દક્ષિણ આંધ્ર પ્રદેશ અને રાયલસીમા ક્ષેત્રમાં ભીષણ વરસાદની સંભાવના છે. વળી, તંમિલનાડુ, કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદના અણસાર છે માટે સૌએ સતર્ક રહેવાની જરૂર છે. વળી, બંગાળી ખાડીમાં બનેલુ પ્રેશર હવે શક્તિશાળી બુરેવીમાં ફેરવાઈ ચૂક્યુ છે કે જે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે અને મુલ્લાઈટિવુ પર આજે રાતે એટલે કે ઉત્તરી શ્રીલંકા પર અટેક કરશે અને ત્યારબાદ તે 4 ડિસેમ્બરે ટૉડી-પંબન-તૂતીકોરિન અક્ષ પાસે તટ પર અસર કરવા માટે કેરળ તરફ આગળ વધશે જેના કારણે ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાનુ અનુમાન છે. માટે સૌને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
માસ્ક ન પહેરનારને કામ કરાવવાના આદેશ સામે સરકાર સુપ્રીમમાં