For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચંડ તોફાનમાં બદલાયુ ‘ફાની', પીએમ મોદીએ કરી હાઈ લેવલની મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘ફાની' વાવાઝોડાને પહોંચી વળવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ ચકાસવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે.

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન 'ફાની' માટે હવામાન વિભાગે દેશમાં એલર્ટ જાહેર કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'ફાની' વાવાઝોડાને પહોંચી વળવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ ચકાસવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે. આ બેઠકમાં ઝડપથી વધી રહેલા જોખમની સમીક્ષા કર્યા બાદ પીએમ મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તે પ્રભાવિત રાજ્યોના અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખે અને જરૂરિયાત અનુસાર રાહત અને બચાવ કાર્યો માટે પ્રભાવી પગલા લે.

આ પણ વાંચોઃ ઈશરત જહાં એનકાઉન્ટરઃ ડીજી વણઝારા અને એન કે અમીનને વિશેષ CBI કોર્ટે કર્યા આરોપ મુક્તઆ પણ વાંચોઃ ઈશરત જહાં એનકાઉન્ટરઃ ડીજી વણઝારા અને એન કે અમીનને વિશેષ CBI કોર્ટે કર્યા આરોપ મુક્ત

‘ફાની' માટે પીએમ મોદીએ કરી હાઈલેવલની મીટિંગ

ઉલ્લેખનીય છે કે ‘ફાની' તોફાનના દસ્તક દરમિયાન સમુદ્રમાં દોઢ મીટરથી વધુ ઉંચી લહેરો ઉઠી શકે છે. વળી પૂરી, ખોરધા, કટક અને જગતસિંહપુર જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ થવાની અને 175થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડુ આવવાનું પૂર્વાનુમાન છે. ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ તોફાનની અસર પડવાની સંભાવના છે.

ઓડિશાના અમુક ભાગોમાંયલો અને અમુકમાં રેડ એલર્ટ

ઓડિશાના અમુક ભાગોમાંયલો અને અમુકમાં રેડ એલર્ટ

ઓડિશાના અમુક ભાગોમાં યલો અને અમુકમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુરુવારે બધા શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે અને કિનારાના જિલ્લાઓમાં રહેતા આઠ લાખથી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી ચૂક્યા છે.

યુપી-બિહાર અને ઉત્તરાખંડ પણ હશે પ્રભાવિત

આ તોફાનની અસર યુપી બિહાર અને ઉત્તરાખંડ પર પણ પડવાની છે. એટલા માટે ત્યાં ખેડૂતોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે. આ વિશે આઈજી કોસ્ટ ગાર્ડ ઈસ્ટ પરમેશે કહ્યુ છે કે એનડીઆરએફ અને રાજ્ય પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. 25 એપ્રિલથી અમારા શિપ અને એરક્રાફ્ટ સતત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અમે માછીમારોને હવામાનની ચેતવણી મોકલી રહ્યા છે. વળી, કાલે પૂરી જિલ્લામાં ભૂસ્ખલન હોવાની શંકા છે એટલા માટે હાલમાં ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે.

English summary
PM Modi instructed senior officers to ensure preventive measures and effective steps for relief and rescue operations, as required For 'FANI'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X