વાવાઝોડુ ‘ફાની' બન્યુ તીવ્ર, આ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયુ, માછીમારોને ચેતવણી
તમિલનાડુ અને કેરળ બાદ હવે આંધ્રપ્રદેશમાં વાવાઝોડા 'ફાની' માટે એલર્ટ આપવામાં આવી છે. આંધ્રના કૃષ્ણાજિલ્લાના પ્રશાસને અધિકારીઓને સતર્ક રહેવા માટે કહ્યુ છે અને આ વાવાઝોડાને પહોંચી વળવા માટે દરેક સંભવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યુ કે 'ફાની' આગામી 24 કલાકમાં ઘાતક તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. આને જોતા કેરળ, તમિલનાડુ અને આંધ્રના અમુક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Live: ચોથા તબક્કામાં આજે 71 લોકસભા સીટ પર ચૂંટણી

આ વાવાઝોડાનું નામ ‘ફાની' બાંગ્લાદેશે રાખ્યુ
તમને જણાવી દઈએ કે આ તોફાનનું નામ ‘ફાની' બાંગ્લાદેશના કહેવા પર રાખવામાં આવ્યુ છે. જેના કારણે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાકિનારા આસપાસ માછીમારોને દરિયા ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવુ છે કે સોમવારે સવાર સુધી આના લેંડફોલની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
|
વાવાઝોડુ ‘ફાની'
વાવાઝોડુ ‘ફાની' રવિવારે સવારે 5.30 વાગે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં હતુ પરંતુ હવે આ ચેન્નઈથી લગભગ 1050 કિમી દક્ષિણપૂર્વ અને મછિલિપટ્ટનમથી લગભગ 1230 કિમી દક્ષિણપર્વ પર છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી અમુક કલાકોમાં આ તીવ્ર અને ત્યારબાદ સોમવાર સુધી તે વધુ તીવ્ર થઈ શકે છે.
|
હવામાન વિભાગની ચેતવણી
જો આઈએમડી વિભાગની ચેતવણી સાચી સાબિત થાય અને વાવાઝોડુ ‘ફાની' તમિલનાડુમાં પહોંચી જાય તો આ છ મહિનાની અંદર રાજ્યમાં બીજી સ્થિતિ હશે, આ પહેલા નવેમ્બર 2018માં અહીં વાવાઝોડુ ‘ગાજા' એ ભારે વિનાશ કર્યો હતો જેમાં 40થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને ઘણુ આર્થિક નુકશાન થયુ હતુ.

તમિલનાડુ અને કર્ણાટક થઈ શકે છે વરસાદ
તમિલનાડુ અને કર્ણાટકના ઘણા સ્થળોએ આજે મૂશળધાર વરસાદ થઈ શકે છે અને વાવાઝોડુ આવી શકે છે. કૃષ્ણા જિલ્લાના 88 કિલોમીટર લાંબા દરિયાકિનારાને હાઈ એલર્ટ આપી દેવામાં આવી છે. વિભાગે કહ્યુ કે 1 મે બાદ તે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. લોકોને સંપર્ણપણે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. હૈદરાબાદ શ્રીવણી હવામાન વિજ્ઞાને કહ્યુ છે કે આગામી 24 કલાકમાં મોટુ વાવાઝોડુ આવવાનું છે. હાલમાં મળેલી માહિતી મુજબ આ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે જ્યારે 1 મેથી તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે.