Cyclone Nisarga: અલીબાગ પહોંચ્યું નિસર્ગ, તસવીરોમાં જુઓ વાવાઝોડું
મુંબઈઃ અરબી સમુદ્રમાં ઉઠેલું ચક્રવાતી તોફાન નિસર્ગ આજે બપોરે 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં દરિયાકાંઠે ટકરાયુ છે. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં 120 કિમી પ્રતિ કલાકની ગતિએ તેજ હવા ચાલી. અલીબાગ, રાયગઢ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં કેટલીય જગ્યાએ વૃક્ષો પડી ગયા હોવાનું અને ભારે નુકસાન થયું હવાના અહેવાલ મળ્યા છે. બીજી તરફ રત્નાગિરીના મિરાયા બીચમાં તેજ હવાઓ અને હાઈ ટાઈડના કારણે એક જહાજ ફસાઈ ગયું છે. એવી જ કેટલીક તસવીરો મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવી રહી છે. અહીં તસવીરોમાં જુઓ તોફાન નિસર્ગે મચાવેલી તબાહી

તસવીરોમાં જુઓ વાવાઝોડું
આ તસવીર અલીબાગની છે, તેજ હવાઓને કારણે કેટલીય જગ્યાએ તબહી મચી છે.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
વાવાઝોડા નિસર્ગને પગલે અલીબાગમાં ભારે તબાહી મચી છે, ઠેર ઠેર વૃક્ષો જમીનદોસ્ત થયાં છે જો કે કોઈપણ પ્રકારની જાનહાની થઈ હોવાના હજી સુધઈ અહેવાલ મળ્યા નથી.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
વાવાઝોડા નિસર્ગના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડ જોવા મળી. એક સુંદર તસવીર.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
વાવાઝોડાં નિસર્ગને પગલે મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતને પણ વાવાઝડું અસર કરશે તેવી શક્યતા છે.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
અલીબાગમાં જ્યારે તોફાન પહોંચ્યું ત્યારે હવાની ગતિ 120 કિમી પ્રતિ કલાક હતી. અહીં કેટલાંય વૃક્ષો પડી ગયાં છે. કાર, વાહન અને ઘરોને નુકસાન પહોંચ્યું છે.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
અલીબાગમાં આવેલા વાવાઝોડાં નિસર્ગને પગલે એનડીઆરએફની ટીમને પહેલેથી જ તહેનાત કરી દેવામાં આવી છે, અને રાહત અને બચાવ ટૂકડીને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

તસવીરોમાં જુઓ વાવાઝોડું
નિસર્ગ વાવાઝોડાને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં છે, કોઈની કારને નુકસાન પહોંચ્યું છે તો કોઈના ઘરને નુકસાન પહોંચ્યું છે.
પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છે
વાવાઝોડાંની વધુ તસવીરો અહીં જુઓ....