Cyclone Nivar: નબળી પડી નિવારની ગતિ, પરંતુ ચક્રવાતી તોફાનનુ જોખમ હજુ ટળ્યુ નથી
Cyclone Nivar Latest Update: ચક્રવાતી તોફાન નિવાર બુધવાર(25 નવેમ્બર)ની રાતે તમિલનાડુ અને પુડુચેરીમાં સમુદ્ર તટ સાથે ટકરાઈ ચૂક્યુ છે. બુધવારની રાતે 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી નિવારનુ લેન્ડફૉલ થયુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધીમે ધીમે તેની ગતિ ધીમી થઈ ગઈ છે પરંતુ હાલમાં જોખમ ઘટ્યુ નથી. જો કે સવારે 6 વાગ્યા સુધી પુડુચેરી અને તમિલનાડુમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ જોખમ સંપૂર્ણપણે ટળ્યુ નથી. સમુદ્રની ઉપર હજુ પણ ચક્રવાતના અમુક ભાગ બાકી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાહતની વાત એ છે કે બહુ ગંભીર ચક્રવાતી તોફાન નિવાર હવે માત્ર ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલીને રહી ગયુ. જો કે અમુક કલાક હજુ પણ ભારે પડવાના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે 25 નવેમ્બરની રાતે અઢી વાગે હવાની ગતિ 100-110 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાક સુધી રહી. હવે આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતુ રહેશે અને આવતા 6 કલાકમાં નબળુ પડી જશે.
પુડુચેરીમાં નિવાર તોફાનના કારણે વરસાદ પડી રહ્યો છે. આખી રાત વરસાદ થવાના કારણે પુડુચેરીમાં રેલવે ટ્રેક પાસે પાણી ભરાઈ ગયા છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ કહ્યુ હતુ કે પુડુચેરીમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને સવારે 5 વાગે આ સ્થિતિ જ રહેશે. કિરણ બેદીએ બધા લોકોને તેમના ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ પુડુચેરીમાં 187 મીમી વરસાદ થઈ રહ્યો છે. વળી કરાઈકલમાં 84 મીમી, ચેન્નઈમાં 89 મીમી અને નાગાપટ્ટનમમાં 62 મીમી સુધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.
આ છે દુનિયાનો એવો પહેલો દેશ જ્યાં ફ્રીમાં મળશે સેનિટરી પેડ