Cyclone Tauktae: વાવાઝોડા તૌકતેએ વેર્યો વિનાશ, ક્યાંક વૃક્ષો ધરાશાયી તો ક્યાંક વિજળી ડુલ

વાવાઝોડા 'તૌકતે'એ ગુજરાત, મુંબઈ અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં પોતાની અસર છોડી છે.

નવી દિલ્લીઃ વાવાઝોડા 'તૌકતે'એ ગુજરાત, મુંબઈ અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં પોતાની અસર છોડી છે. રાજ્યોમાં વાવાઝોડાના કારણે તબાહી જોવા મળી છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક આખો દિવસ વિજળી ડુલ થઈ ગઈ. મોડી રાતે સૌરાષ્ટ્રમાં લેન્ડફૉલની પ્રક્રિયા પૂર્ણ થઈ. હાલમાં વાવાઝોડુ નબળુ પડી ગયુ છે પરંતુ તેની અસર હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે. સમગ્ર પંથકમાં તેમજ પશ્ચિમી રાજ્યોમાં ઝડપી પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે.

રાજ્ય સરકારો એલર્ટ પર

રાજ્ય સરકારો એલર્ટ પર

હવામાન વિભાગ તરફથી પણ જણાવવામાં આવ્યુ છે કે વાવાઝોડુ નબળુ પડ્યુ છે તેમ છતાં હાલમાં રાજ્ય સરકારો એલર્ટ પર છે. વળી, સ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફ, વાયુસેના અને નૌકાદળ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત છે. વાયુસેનાના બે C-130J અને એક An-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની તૈનાતી કરવામાં આવી છે.

ONGCની બોટમાં 127 લોકો થયા ગુમ

ONGCની બોટમાં 127 લોકો થયા ગુમ

સોમવારે સાંજે જ્યારે વાવાઝોડુ મુંબઈ પહોંચ્યુ ત્યારે ત્યાં એક સર્ચ ઑપરેશન ચાલ્યુ હતુ જ્યાં 273 લોકોને લઈને આવી રહેલી ઓએનજીસીની એક બોટ ભટકી ગઈ હતી. જો કે આ દરમિયાન 146 લોકોને બચાવી લેવામાં આવ્યા પરંતુ 127 લોકો હજુ પણ ગુમ છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

વિજળીના 700 થાંભલા પડ્યા

વિજળીના 700 થાંભલા પડ્યા

વાવાઝોડા 'તૌકતે' એ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવામાં પણ જોરદાર નુકશાન કર્યુ. રવિવારે રાજ્યના કાંઠાના વિસ્તારોમાંથી પસાર થવા દરમિયાન અહીં વિજળીના 700 થાંભલા પડી ગયા અને 200-300 ટ્રાન્સફૉર્મર્સને નુકશાન થયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X