For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: ચેન્નઇમાં વરદાથી વિનાશ, 10 ના મોત, કર્ણાટકમાં અસર, ઘણી ટ્રેનો અને વિમાનો રદ

વાવાઝોડા વરદાને કારણે સામાન્ય જીવન પર બ્રેક લાગી ગઇ છે, તેના કારણે ચેન્નઇમાં ઘણો વિનાશ સર્જાયો છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વાવાઝોડા વરદાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયુ છે, તેના કારણે ચેન્નઇમાં વિનાશ સર્જાયુ છે તો આ તરફ કર્ણાટકમાં પણ અસર થઇ છે. સમાચારો મુજબ વરદાને કારણે તમિલનાડુમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. વરદાની પ્રબળતાને જોતા રેલવે અધિકારીઓએ ઘણી ટ્રેનો રદ કરી દીધી છે અને ઘણાના માર્ગ બદલી દીધા છે.

અહીં જુઓ- Photos:વાવાઝોડા વરદાહને કારણે ચેન્નાઇનું સમાન્ય જનજીવન ખોળવાયું

રદ કરાયેલી ટ્રેનોના નામ

વિજયવાડા-ચેન્નઇ સેંટ્રલ પિનાકિન એક્સપ્રેસનો માર્ગ બદલવામાં આવ્યો છે. તે વાયા ગુંટુર, રેનીગુંટા અને અર્નાકુલમ સ્ટેશનોથી ચલાવવામાં આવશે.

શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-ચેન્નઇ સેંટ્રલ અંદમાન એક્સપ્રેસ. પૂરી- ચેન્નઇ સેંટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ.

અમદાવાદ- ચેન્નઇ સેંટ્રલ નવજીવન એક્સપ્રેસનો માર્ગ પણ બદલવામાં આવ્યો છે.

ચેન્નઇ સેંટ્રલ-હજરત નિઝામુદ્દીન દુરંતો એક્સપ્રેસ. મદુરાઇ-દહેરાદૂન સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે.

આગળની વાત તસવીરોમાં...

vardah

બેંગલોરમાં સતત વરસાદ

તમિલનાડુમાં તો વરદા કાળો કેર વર્તાવી જ રહ્યુ છે, કર્ણાટક પર પણ તેની અસર પડી રહી છે. સોમવાર બપોરથી બેંગલોરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે અવરજવર અને પરિવહન પ્રભાવિત થયુ છે. હવામાનના બગડતા પરિસ્થિતિને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને ઠંડી વધી ગઇ છે.

vardah

10 લોકોના મોત

તમિલનાડુમાં સોમવારે વરદા વાવાઝોડાએ જબરદસ્ત વિનાશ વેર્યો. વાવાઝોડાને કારણે 10 લોકોના મોત નીપજ્યા છે. વળી વૃક્ષોની સાથે સાથે ઘરોની ઉપરના છાપરા પણ ઉડી ગયા હતા.

vardah

વાવાઝોડુ થોડા કલાકમાં નબળુ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ થોડા કલાકમાં નબળુ પડી જશે. આ દરમિયાના વરસાદ પડતો રહેશે.

vardah

ઉડાન સેવાઓ પ્રભાવિત

હવાની ગતિ ઉડાન સેવાઓ માટે અનુકૂળ નથી. 25 ઉડાન સેવાઓના માર્ગ બદલવામાં આવ્યા છે. નવ ઉડાન સેવાઓ મોડી ચાલી રહી છે અને પાંચ ઉડાન રદ કરવામાં આવી છે.

vardah

શૈક્ષણિક સંસ્થાઓમાં રજા

સરકારે ચેન્નઇ, કાંચીપુરમ, તિરુવલ્લુર જિલ્લામાં બધી સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દીધી છે.

English summary
Cyclone Vardah Disrupts Normal Life In Chennai and Banglore, here are pictures, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X