For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાયકોની સુરક્ષા માટે શિવકુમારે બાઉન્સર અને ગનમેન હાયર કર્યા

કર્ણાટકમાં સત્તાનો ખેલ ચરમસીમા પર પહોંચી ગયો છે. પોતાના વિધાયકોને બીજેપી થી બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસ દરેક સંભવ કોશિશ કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં સત્તાનો ખેલ ચરમસીમા પર પહોંચી ગયો છે. પોતાના વિધાયકોને બીજેપી થી બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસ દરેક સંભવ કોશિશ કરી રહી છે. બંને પાર્ટી ઘ્વારા તેમના વિધાયકોને હૈદરાબાદમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં એવી પણ ખબર આવી છે કે કોંગ્રેસના ચર્ચિત નેતા ડીકે શિવકુમાર ઘ્વારા કોંગ્રેસ અને જેડીએસ વિધાયકોની સુરક્ષા માટે બાઉન્સર અને ગનમેન હાયર કરવામાં આવ્યા છે.

karnataka election

કર્ણાટકમાં હાલમાં રાજનીતિ ગરમાઈ ચુકી છે. પોતાના વિધાયકોને બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા તેમને બેંગ્લોર રિસોર્ટ થી બહાર કાઢીને બસ ઘ્વારા રાત્રે હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પોતાના વિધાયકોને સુરક્ષિત રાખવા માટે રસ્તામાં ત્રણ વખત બસ બદલવામાં આવી હતી.

સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદુરપ્પાને કર્ણાટકમાં આવતી કાલે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરવા માટે કહ્યું જયારે સુપ્રીમકોર્ટ ઘ્વારા આવો આદેશ આપવામાં આવ્યો ત્યારે બીજેપી વકીલ તેનાથી ખુશ ના હતા. તેમને સુપ્રીમકોર્ટ પાસે વધારે સમયની માંગ કરી હતી. પરંતુ તેમની વાત માનવામાં આવી નહીં અને સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપી કાલે સાંજે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરે.

કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ભાજપ અહીં મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવાને કારણે રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા તેમને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું. યેદુરપ્પા ઘ્વારા ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ પણ લઇ લેવામાં આવી. ભાજપ પાસે બહુમત નહીં હોવા છતાં પણ તેમને સરકાર બનાવવા માટે આપવામાં આવેલા આમંત્રણનો કોંગ્રેસ ઘ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે, આપણે બધાએ દેશ હિતમાં સાથે આવવું પડશે. એટલું જ નહીં પરંતુ તેમને કહ્યું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, ભાજપા પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નથી.

English summary
D K Shivakumar hires bouncers and gunmen from Bengaluru to safeguard the Congress and JD(S) MLAs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X