For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DA Hike : કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ કર્મચારીઓને આપી મોટી ભેટ

કેન્દ્ર સરકાર બાદ હવે રાજસ્થાનની ગેહલોત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

DA Hike : કેન્દ્ર સરકાર બાદ હવે રાજસ્થાનની ગેહલોત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2022થી 34 ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત આપવામાં આવશે.

મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી

મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'પેન્શનરોને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા અને રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને કેન્દ્ર સરકારનાકર્મચારીઓની અનુરૂપ ત્રણ ટકાની મંજૂરી આપવામાં આવી છે.

હવે 1 જાન્યુઆરી, 2022 થી રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકા મોંઘવારી ભથ્થું અનેમોંઘવારી રાહત દર ચૂકવવાપાત્ર થશે.

ગયા વર્ષે પણ વધારો કરાયો

નોંધનીય છે કે, વર્ષ 2021માં પણ રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 28 ટકાની જગ્યાએ વધારીને 31 ટકા કરવામાં આવ્યું હતું. એટલે કે પછી કર્મચારીઓનાડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે ફરી એકવાર ડીએ વધારીને 3 ટકા કર્યો છે અને બે વર્ષમાં કર્મચારીઓને 6 ટકા ડીએની ભેટ આપી છે. જેનાકારણે રાજ્યના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે ડીએમાં પણ વધારો કર્યો

તાજેતરમાં કેન્દ્ર સરકારે ડીએમાં પણ વધારો કર્યો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 3 ટકા વધારાને મંજૂરી આપી દીધી છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાકર્મચારીઓનો DA 31 ટકા થી વધીને 34 ટકા થઈ ગયો છે. આ પછી હવે રાજસ્થાન સરકારે એક મોટી જાહેરાત કરી છે.

ડીએનું બાકી લેણું કેટલું રહેશે?

ડીએનું બાકી લેણું કેટલું રહેશે?

કેન્દ્રીય કર્મચારીઓ કે જેમનો લઘુત્તમ ગ્રેડ પગાર રૂપિયા 1800 છે (લેવલ-1 બેઝિક પગાર ધોરણ 18000 થી 56900 સુધી) રૂપિયા 4320 [{18000} X 6 ના 4 ટકા]ની આશા રાખવામાં આવી રહી છે.

7મા પગારપંચ હેઠળ, કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનતમ ગ્રેડ પે પર જુલાઈથી ડિસેમ્બર 2020 સુધી રૂપિયા 3,240 [{18,000}x6 ના 3 ટકા] DAનું એરિયર્સ મળશે.

આ સાથે [{3 ટકા રૂ. 56,9003}x6] ધરાવતા લોકોને રૂપિયા 10,242 મળશે.

English summary
DA Hike : the state government also gave big gifts to the employees After the Center.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X