For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ?

શનિધામના મહંત દાતી મહારાજ ઉર્ફ મદનલાલ રાજસ્થાની હાલમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

શનિધામના મહંત દાતી મહારાજ ઉર્ફ મદનલાલ રાજસ્થાની હાલમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા છે. પરંતુ તેમના રાજસ્થાનમાં આવેલા આશ્રમથી છોકરીઓ ગાયબ થવાના મામલે તેમના પર વધુ એક મોટી મુસીબત આવી ચુકી છે. રાજસ્થાન મહિલા આયોગે આ મામલો ધ્યાનમાં લેતા તપાસ શરુ કરી છે.

રાજસ્થાનમાં આવેલા આશ્રમથી છોકરીઓ ગાયબ

રાજસ્થાનમાં આવેલા આશ્રમથી છોકરીઓ ગાયબ

દાતી મહારાજ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લાગ્યાની સાથે જ પોલીસે તેમની શોધ ચાલુ કરી દીધી અને તેમના ઘણા આશ્રમો પર દરોડા પાડ્યા. આ દરમિયાન પાલીમાં આવેલા આશ્રમમાં જાણવામાં આવ્યું કે અહીં ફક્ત 100 છોકરીઓ જ છે. આશ્રમ તરફથી અહીં 700 છોકરીઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે આ સવાલ ઉઠે છે કે બાકીની 600 છોકરીઓ ક્યાં ગયી?

રાજસ્થાન મહિલા આયોગે આ મામલો ધ્યાનમાં લીધો

રાજસ્થાન મહિલા આયોગે આ મામલો ધ્યાનમાં લીધો

છોકરીઓ ગાયબ થવાની જાણકારી મળતા રાજસ્થાન મહિલા આયોગે આ મામલો ધ્યાનમાં લીધો અને તેની જાંચ માટે સદસ્ય સુષ્મા કુમાવતના નેતૃત્વમાં ત્રણ સદસ્યની ટીમનું ગઠન કર્યું. આ ટીમ દાતી મહારાજના આશ્રમની તપાસ કરીને જાણકારી મેળવી રહી છે કે આખરે આ બાળકીઓ ક્યાં ગયી? મહિલા આયોગ ટીમ આશ્રમની બાળકીઓ સાથે વાત કરીને આ મામલે જાણકારી મેળવી રહી છે.

શુ છોકરીઓ આશ્રમ છોડીને ભાગી ગયી?

શુ છોકરીઓ આશ્રમ છોડીને ભાગી ગયી?

જણાવવામાં એવું પણ આવી રહ્યું છે કે દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ લાગ્યા પછી છોકરીઓ ગભરાઈ ગયી અને પોતાના ઘરે ચાલી ગયી. હાલમાં દાતી મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ટીમ પૂછપરછ કરી રહી છે. હાલમાં તેઓ બળાત્કારના આરોપોનું સત્ય જાણવાની કોશિશ કરી રહ્યા છે.

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા

રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં 1950 માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. મદનના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના જયારે સાત વર્ષના થયા ત્યારે જ તેના માતા પિતાની મૃત્યુ થઇ ગયી. તેવામાં ખોરાક અને કામની શોધમાં મદન કોઈની સાથે દિલ્હી આવી ગયો. દિલ્હી આવીને તેને મજૂરી શરૂ કરી.

ચાની દુકાન પર કામ કર્યું

ચાની દુકાન પર કામ કર્યું

શરૂઆતમાં મદને દિલ્હી આવીને ચાની દુકાન પર મજૂરી કરી. તે દરમિયાન તેને કેટરિંગ કામ શીખ્યું અને નાની નાની પાર્ટીઓમાં તે કેટરિંગ કામ કરવા લાગ્યો. મદનના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે 1996 દરમિયાન તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થયી અને તેને જન્મપત્રી જોવાનું શીખી લીધું. ત્યારપછી તેને બીજું બધું કામ બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલી નાખ્યું. અહીં તેને પોતાનું નામ મદન થી દાતી મહારાજ રાખી લીધું.

1998 ઈલેક્શન પછી કિસ્મત બદલાઈ

1998 ઈલેક્શન પછી કિસ્મત બદલાઈ

વર્ષ 1998 દિલ્હી વિધાનસભા ઈલેક્શન દરમિયાન તેમને એક ઉમેદવારની કુંડળી જોઈને તેના જીતની ભવિષ્યવાણી કરી અને તે ઉમેદવાર જીતી ગયો. આ ઉમેદવારે ખુશ થઈને તેને પુશ્તેની મંદિરની દેખરેખ કરવાનું કામ સોંપી દીધું. દાતી મહારાજની લોકપ્રિયતા ક્ષેત્રમાં ફેલાઈ ગયી. વર્ષ 2010 દરમિયાન તેમને 1008 મહામંડલેશ્વર ઉપાધિ મળી. ત્યારપછી તેમના પ્રોગ્રામ ટીવી ચેનલો પણ આવવા લાગ્યા. તેમને ઘણી જગ્યા પર પોતાના આશ્રમ, ગૌશાળા, હોસ્પિટલ અને અનાથાશ્રમ બનાવવાનું ચાલુ કરી દીધું. દિલ્હી, રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં આજે દાતી મહારાજ ઘણું મોટું નામ બની ચૂક્યું છે.

English summary
Daati Maharaj: Investigation in six hundred girls lost from Ashram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X