For Quick Alerts
For Daily Alerts
Video: જ્યારે દલાઇ લામાએ પકડી બાબા રામદેવની દાઢી
બૌદ્ધ ગુરૂ દલાઇ લામા અને યોગ ગુરૂ બાબા રામદેવનું જે રૂપ અમે તમને આ વીડિયોમાં બતાવવા જઇ રહ્યાં છીએ, એ જોઇને તમે આશ્ચર્યચકિત રહી જશો. મુંબઇ ખાતે વર્લ્ડ પિસ એન્ડ હાર્મની કૉન્ક્લેવ દરમિયાન આ બંન્ને ગુરૂઓનું જે રૂપ જોવા મળ્યું, એ જોઇને ત્યાં હાજર લોકો પણ ખુશ થઇ ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન દલાઇ લામાએ બાબા રામદેવ અંગે વાત કરતાં તેમને ગુડ બોય કહીને સંબોધ્યા હતા.
દલાઇ લામાએ બાબા રામદેવને ડાયસ પર બોલાવ્યા. બાબા રામદેવે ડાયસ પર આવી દલાઇ લામાના ચરણ સ્પર્શ કર્યા અને બંન્ને એકબીજાને ભેટ્યા. દલાઇ લામાએ આ સાથે જ લોકોને જણાવ્યું કે, અમે ઘણા વર્ષોથી સારા મિત્રો છીએ. ત્યાર બાદ તેમણે બાબા રામદેવની દાઢી પકડી લીધી હતી, જે જોઇ ત્યાં હાજર લોકો હસ્યા વગર રહી નહોતા શક્યા.
બાબા રામદેવ અને દલાઇ લામાનો આ રમૂજી વીડિયો જુઓ અહીં...