For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવે બંન્ને દેશો:દલાઇ લામા

દિલ્હી કાર્યક્રમમાં પહોંચેલ દલાઇ લામાએ કહ્યું, આ પરિસ્થિતિમાં ભારત અને ચીનનો વિવાદ ઉકેલવાનો એક માત્ર રસ્તો છે હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવવી

By Shachi
|
Google Oneindia Gujarati News

બુધવારે દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામાએ કહ્યું હતું કે, હિંદી-ચીની ભાઇ-ભાઇની ભાવનાથી જ ભારત અને ચીન વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે. બંન્ને દેશો એકબીજાના પાડોશી છે અને તેમણે આ જ દિશામાં આગળ વધવું જોઇએ. ડોકલામ વિવાદ કોઇ ગંભીર મુદ્દો નથી, આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરતાં વાત બગડી શકે છે. વર્તમાન સ્થિતિમાં બંન્ને પાડોશીઓ કડક શબ્દોમાં એકબીજાની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ ખરેખર તો હિંદી-ચીની ભાઇ-ભાઇ જ આગળ વધવાનો માર્ગ છે.

dalai lama

દલાઇ લામાએ આગળ કહ્યું કે, વર્ષ 1962માં ચીની સૈન્ય બોમડિલા જઇ પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી પરત ફરી ગયું હતું. હાલની પરિસ્થિતિમાં પણ ભારત અને ચીને એ જ દિશામાં આગળ વધવાનું છે, ત્યારે જ આ વિવાદ શમશે.

ડોકલામ વિવાદ

ઉલ્લેખનીય છે કે, ડોકલામના મુદ્દે ભારત અને ચીનના સૈન્યા છેલ્લા બે મહિનાથી આમને-સામને છે. સિક્કિમ સેક્ટરમાં ભૂટાન ટ્રાઇજંક્શન પાસે ચીન એક મોટો રોડ બનાવવા માંગે છે અને ભારત આનો વિરોધ કરી રહ્યું છે. ચીને ભારતને આ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવી લેવા કહ્યું હતું, ભારતે આ વાત નકારતાં બંન્ને દેશો વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે.

મળ્યા હતા ચીનના હથિયારો

આ મુદ્દે વધુ એક ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, સોમવારે કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે સેના દ્વારા બુધવારે જાણકારી આપવામાં હતી. જે અનુસાર, ગીચ ઝાડવાઓનો ફાયદો ઉઠાવીને 5 આતંકવાદીઓએ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી સેના દ્વારા સોમવારે તપાસ આભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આતંકીઓ ઠાર મરાયા હતા. આ આતંકીઓ પાસેથી ચીનમાં બનેલ હથિયારો મળી આવ્યા હતા. સાથે જ તેમની પાસેથી પાકિસ્તાનની દવાઓ અને અનાજ પણ મળી આવ્યું હતું.

ચીન માટે દલાઇ લામા દુશ્મન

આવી પરિસ્થિતિમાં દલાઇ લામાએ સૂચવેલ હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ પર આગળ વધવું થોડું મુશ્કેલ છે. નોંધનીય છે કે, વર્ષ 1959ના વિદ્રોહ દરમિયાન દલાઇ લામા તિબેટથી ભાગી નીકળ્યા હતા અને ત્યારથી તેઓ ભારતમાં જ રહી રહ્યાં છે. ચીનની સરકાર દલાઇ લામાને પોતાના દુશ્મન માને છે અને તે ભારતની દલાઇ લામાને આશરો આપવાની નીતિ સામે પણ નારાજ છે.

English summary
Dalai Lama says Doklam standoff is not serious, asks India, China to invoke spirit of Hindi Chini Bhai Bhai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X