Video: કુવામાં નાહવા પર દલિત બાળકોને નગ્ન કરીને પટ્ટાથી પીટાઈ
મહારાષ્ટ્ર ના જલગાંવમાં દલિત બાળકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. કુવામાં નાહવા પર ત્રણ દલિત બાળકોને નગ્ન કરીને પટ્ટાથી મારવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર ના જલગાંવમાં દલિત બાળકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. કુવામાં નાહવા પર ત્રણ દલિત બાળકોને નગ્ન કરીને પટ્ટાથી મારવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ નગ્નાવસ્થામાં તેમને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારપછી પોલીસે એક્શન લેતા એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. જયારે અડધા ડઝન જેટલા લોકો સામે આઇટી એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

શુ છે મામલો
મળતી જાણકારી અનુસાર આ ઘટના 10 જૂને થયી હતી. જલગાંવના વાંકડી ગામમાં એક કુવામાં માતંગ સમાજના ત્રણ બાળકો નહાઈ રહ્યા હતા. તેમને કુવામાં નાહતા જોઈને ગામના લોકોએ તેમને ઘેરી લીધા અને પટ્ટાથી પીટાઈ શરૂ કરી દીધી. ગામના લોકો અહીંથી અટક્યા નહીં તેમને આ ત્રણે બાળકોને નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યા.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ગામના કેટલાક લોકો આ ત્રણે બાળકને નગ્ન કરીને મારી રહ્યા છે. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી દિલીપ કામ્બલે ઘ્વારા પણ આ ઘટનાની નિંદા કરવામાં આવી છે અને તેમને કહ્યું છે કે આ ઘટના લોકોની વિકૃત માનસિકતા દર્શાવે છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જયારે અડધા ડઝન લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા પછી પીડિત પક્ષ પર કેસ પાછો લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
Now, Una happens in Maharashtra. Dalit boys are humiliated and beaten up only for jumping into the well of non dalit caste people. Had the justice be ensured to the victims of Una, this wouldn't have happened. 1/2 pic.twitter.com/rYL9vR2Olw
— Jignesh Mevani (@jigneshmevani80) June 14, 2018












Click it and Unblock the Notifications
