For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 ઓગસ્ટે ભારત બંધ પર દલિતો અડગ, શામેલ ન થવાની સરકારની અપીલ

સરકારે ભલે એસસી-એસટી અત્યાચાર નિવારણ સુધારા બિલ લોકસભામાં રજૂ કરી દીધુ હોય પરંતુ તેમછતાં દલિત સંગઠન 9 ઓગસ્ટે ભારત બંધ કરવાના છે.

|
Google Oneindia Gujarati News

સરકારે ભલે એસસી-એસટી અત્યાચાર નિવારણ સુધારા બિલ લોકસભામાં રજૂ કરી દીધુ હોય પરંતુ તેમછતાં દલિત સંગઠન 9 ઓગસ્ટે ભારત બંધ કરવાના છે. અખિલ ભારતીય આંબેડકર મહાસભા (એઆઈએએમ) ના બેનર હેઠળ દલિત સમૂહ એસસી-એસટી બિલની જોગવાઈઓનું પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. દલિત સંગઠનોના ભારત બંધના આહવાને જોતા સમગ્ર ઉત્તરપ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. વળી, પ્રશાસન તરફથી રેલવે, એરપોર્ટ, મુખ્ય ધાર્મિક સ્થળો પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારે લોકોને આ આંદોલનમાં ભાગ ન લેવાની અપીલ કરી

સરકારે લોકોને આ આંદોલનમાં ભાગ ન લેવાની અપીલ કરી

સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ બુધવારે જનતાને અપીલ કરી કે તે ભારત બંધમાં ભાગ ના લે અને દેશમાં શાંતિ, સદભાવ અને ભાઈચારો જાળવી રાખે. રામદાસ આઠવલેની અપીલ લોકસભામાં એસસી-એસટી બિલ પાસ થયાના એક દિવસ બાદ આવી છે. આઠવલેએ કહ્યુ કે બે બિલોનું પાસ થવુ એક ક્રાંતિકારી પગલુ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી દળો સરકારને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે આશ્વાસન આપ્યુ છે કે કેન્દ્ર સતત દલિતોના કલ્યાણની દિશામાં કામ કરી રહ્યુ છે.

બે કરોડ પોસ્ટ કાર્ડ્ઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે

બે કરોડ પોસ્ટ કાર્ડ્ઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે

આંદોલનનું આયોજન કરનાર ઓલ ઈન્ડિયા આંબેડકર મહાસભા (એઆઈએમ) ના અશોક ભારતીએ વનઈન્ડિયા સાથે ખાસ વાતચીત કરી અને દલિત સંગઠન સમગ્ર દેશમાં રેલી, ધરણા અને બંધના પોતાના નિર્ણય પર અડગ છે. આ ઉપરાંત સંગઠનનો એ પણ પ્લાન છે કે જિલ્લા મુખ્યાલયથી લઈને કેન્દ્ર સરકાર સુધી યાચિકાઓ મોકલવામાં આવશે. ભારતીએ જણાવ્યુ કે સંગઠનની માંગ માટે લગભગ બે કરોડ પોસ્ટ કાર્ડ્ઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે.

દલિતોમાં આત્મવિશ્વાસ પેદા કરવા અંગે સરકારનો કોઈ પણ નિર્ણય સ્પષ્ટ નથી.

દલિતોમાં આત્મવિશ્વાસ પેદા કરવા અંગે સરકારનો કોઈ પણ નિર્ણય સ્પષ્ટ નથી.

સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે સંસદમાં બિલ રજૂ કરવા અંગેના સવાલ પર અશોક ભારતીએ કહ્યુ કે, ‘પહેલી વાત તો એ કે સરકારનું અદાલત પર કોઈ નિયંત્રણ નથી એટલા માટે કંઈ પણ થઈ શકે છે અને બીજી વાત એ કે દલિતોમાં આત્મવિશ્વાસ પેદા કરવા અંગે સરકારનો કોઈ નિર્ણય સ્પષ્ટ નથી. ડીજીપી મુખ્યાલય તરફથી પ્રદેશના દરેક જિલ્લાઓના કેપ્ટનોને સતર્કતા સાથે જોડાયેલા નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. ડીજીપી મુખ્યાલય તરફથી એડીજી કાયદો વ્યવસ્થા આનંદ કુમારે પ્રદેશના બધા જિલ્લાઓની પોલિસ તેમજ અધિકારીઓને નિર્દેશ જારી કર્યા છે.'

English summary
Dalit groups call for Bharat bandh on August 9
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X