For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

80 વર્ષ પછી દલિતના થયા આવા લગ્ન, જાનમાં પોલીસ પણ જોડાઈ

યુપીમાં એક એવા લગ્ન જેમાં જાનૈયા ઓછા અને પોલીસ વધારે હતા. આ પોલીસ એટલા માટે આવી હતી કે જેથી બારાતમાં કોઈ સમસ્યા ના આવે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુપીમાં એક એવા લગ્ન જેમાં જાનૈયા ઓછા અને પોલીસ વધારે હતા. આ પોલીસ એટલા માટે આવી હતી કે જેથી બારાતમાં કોઈ સમસ્યા ના આવે. આખો મામલો યુપીના કાસગંજ જિલ્લાનો છે. દલિત સમાજના યુવકે બગી પર સવાર થઈને પોતાની જાન કાઢી હતી. આ જાન કાઢવા માટે ગામની ઉંચી જાતિના લોકો તૈયાર ના હતા. જેને કારણે વરરાજા સંજય જટાવે પોલીસ પાસે સુરક્ષા માંગી.

dalit

રવિવારે ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના બસઈ ગામ નિવાસી સંજયની જાન ધૂમધામથી નીકળી. આ જાન નિઝામપુર ગામ પહોંચી. આપણે જણાવી દઈએ કે 80 વર્ષમાં પહેલીવાર ગામમાં કોઈ દલિતના આવા લગ્ન થયા છે. આ જાનની ખાસ બાબત હતી કે તેમાં ગામના લોકો અને સંબંધીઓ ઓછા પરંતુ પોલીસ વધારે હતી. આ જાનમાં 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 22 સબ ઇન્સ્પેક્ટર, 35 હેડ કોન્સ્ટેબલ, 100 કોન્સ્ટેબલ અને પીએસી પ્લાટુન હાજર હતી. પોલીસની 30 ગાડીઓ પણ જાન સાથે ચાલી રહી હતી.

ઉંચી જાતિના લોકોને હતી તકલીફ

લગ્ન આટલા ધામધૂમથી થાય તેના માટે ઉંચી જાતિના લોકોને વાંધો હતો. ઉંચી જાતિના લોકોનો વિરોધ પછી જિલ્લા પ્રશાશને નિઝામપુર ગામમાં જાન કાઢવા માટે અનુમતિ નહીં આપી. પરંતુ દુલ્હો સંજય આ મામલે સંઘર્ષ કરતો રહ્યો. જિલ્લાધિકારી, એસપી, અલ્હાબાદ હાઇકોર્ટ અને મુખ્યમંત્રી ઓફિસ સુધી તેને અરજીઓ લગાવી દીધી.

English summary
Dalit man takes out baraat through thakur dominated village in up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X