• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દામિનીના મિત્રનું ઇન્ટર્વ્યૂ સીડી પુરાવો નથી: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 4 મે: સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું કે 16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારની શિકાર બનેલી યુવતીના મિત્રના ઇન્ટર્વ્યૂની સીડીને મામલામાં સુનવણી દરમિયાન પુરાવા તરીકે રજૂ કરી શકાય નહી. આ સીડી હાલમાં મામલાની સુનવણી કરી રહેલી ફાસ્ટ ટ્રેક કોર્ટ પાસે છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ સંબંધમાં દિલ્હી સરકારની અરજી સ્વીકાર કરતા આ નિર્ણય સંભળાવ્યો. સરકારે દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો, જેણે ઇન્ટર્વ્યૂની સીડીને પૂરાવા તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે સામુહિક દુષ્કર્મ મામલામાં આરોપ-પત્ર દાખલ કરાયા બાદ પીડિતાના મિત્ર દ્વારા સમાચાર ચેનલોને આપેલા ઇન્ટર્વ્યૂની સીડીને પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાય નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતા મેડિકલ વિદ્યાર્થિની હતી અને તેની સાથે આ ઘટના ઘટી ત્યારે તેનો મિત્ર તેની સાથે હતો અને બંને મુવી જોઇને પાછા ફરી રહ્યા હતા. દામિનીનું સિંગાપૂરની એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

English summary
Damini gangrape case: SC says TV interview cannot be used as evidence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X