LAC પાસે રાજનાથ સિંહે કરી શસ્ત્ર પૂજા, જવાનો સાથે મનાવશે દશેરા
દાર્જિલિંગઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દશેરાના શુભ પર્વ પર આજે એલઓસી પાસે નાથુલા પર સૈનિકો સાથે શસ્ત્ર પૂજન કર્યુ છે. રાજનાથ સિંહના શસ્ત્રો પૂજા કરતા ફોટા સંરક્ષણ મંત્રી કાર્યાલયના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આજે સંરક્ષણ મંત્રી જવાનો સાથે દશેરાનો પર્વ મનાવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રાજનાથ સિંહે ફ્રાંસમાં ભારતના પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવરી દરમિયાન શસ્ત્ર પૂજા કરી હતી.
આ પહેલા રાજનાથ સિંહે દાર્જિલિંગમાં સુકના યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તમને જણાવી દઈએ કે ચીન સાથે સંઘર્ષ દરમિયાન સંરક્ષણ મંત્રીનો આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ છે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ શનિવારે પશ્ચિમ બંગાળ અને સિક્કકિમના બે દિવસીય પ્રવાસ પર દાર્જિલિંગ માટે રવાના થયા હતા ત્યાં આજે તે ફૉરવર્ડ ક્ષેત્રનો પ્રવાસ કરશે અને સૈનિકો સાથે વાતચીત કરશે.
આ વિશે માહિતી આપતા રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યુ હતુ કે હું પશ્ચિમ બંગાળ અને સિક્કિમના બે દિવસીય પ્રવાસ પર દાર્જિલિંગ જઈ રહ્યો છુ. હું અગ્રિમ વિસ્તારનો પ્રવાસ કરીશ અને સૈનિકો સાથે વાત કરીશ. આ પ્રવાસ દરમિયાન સિક્કિમમાં એક બૉર્ડર રોડ્ઝ ઑર્ગેનાઈઝેશન તરફથી બનાવવામાં આવેલ રસ્તાનુ પણ ઉદ્ઘાટન કરીશ.
Dussehra 2020: આજે દશેરા, જાણો રાવણ વિશે ચોંકાવનારી વાતો