For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારુલ ઉલૂમનો નવો ફતવો, ‘ઈદમાં ગળે મળવુ ઈસ્લામનો નિયમ નથી'

ઈદના તહેવારે ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમ દેવબંધે એક નવો ફતવો જાહેર કરતા વિવાદ ઉભો થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમ સાથે મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી છે. દેશભરની મસ્જિદોમાં આજે નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈદના તહેવારે ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમ દેવબંધે એક નવો ફતવો જાહેર કરતા વિવાદ ઉભો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ઈદના દિવસે પુલવામામાં આતંકીઓની બર્બરતા, મહિલાને મારી ગોળીઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ઈદના દિવસે પુલવામામાં આતંકીઓની બર્બરતા, મહિલાને મારી ગોળી

‘ઈદ પર ગળે મળવુ ઈસ્લમાની નજરમાં સારુ નથી'

‘ઈદ પર ગળે મળવુ ઈસ્લમાની નજરમાં સારુ નથી'

દારુલ ઉલૂમના આ ફતવામાં કહેવામાં આવ્યુ છે કે ઈદના તહેવાર દરમિયાન એકબીજાને ગળે મળવુ ઈસ્લામની નજરમાં સારુ નથી. વાસ્તવમાં પાકિસ્તાનના એક વ્યક્તિએ દારુલ ઉલૂમને સવાલ કર્યો હતો કે શું હઝરત મોહમ્મદ સાહેબના જીવનકાળમાં કરેલ કાર્યોથી એ સાબિત થાય છે કે ઈદના દિવસે ગળે મળવાનું સારુ છે? આ વ્યક્તિએ પૂછ્યુ હતુ કે જો કોઈ ગળે મળવા ઈચ્છે તો શું ગળે મળવુ જોઈએ.

પાકિસ્તાની વ્યક્તિએ કર્યો હતો સવાલ

પાકિસ્તાની વ્યક્તિએ કર્યો હતો સવાલ

પાકિસ્તીની વ્યક્તિએ સવાલના જવાબમાં દેવબંધના મુફ્તિઓને કહ્યુ કે જો કોઈ આવુ કરે તો તેને પ્રેમ અને વિનમ્રતાથી રોકી દેવા જોઈએ. જો કે દારુલ ઉલૂમના મુફ્તીઓએ એ પણ કહ્યુ છે કે કોઈની સાથે ઘણા દિવસો બાદ મુલાકાત થઈ તો ગળે મળવામાં કોઈ વાંધો નથી. તમને જણાવી દઈએ કે આજે દેશભરમાં ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.

દેશભરમાં ઈદની ધૂમ, પીએમ અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામના

દેશભરમાં ઈદની ધૂમ, પીએમ અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામના

મંગળવારે સાંજે ઈદનો ચાંદ દેખાયો, જામા મસ્જિદના શાહી ઈમામ સૈયર અહેમદ બુખારીએ એલાન કર્યુ કે ભારતમાં ઈદ બુધવારે મનાવવામાં આવશે. ઈદ-ઉલ-ફિત્ર મુસ્લિમ સમાજ રમઝાન ઉલ-મુબારકના એક મહિના પછી મનાવે છે. ઈસ્લામી કેલેન્ડરના બધા મહિનાની જેમ આ પણ નવો ચાંદ દેખાવા પર શરૂ થાય છે. મુસલમાનોનો તહેવાર ઈદ મૂળ રૂપે ભાઈચારાનો પ્રોત્સાહન આપવાનો તહેવાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી અને કહ્યુ, ‘રમઝાનના પવિત્ર મહિનાના સમાપનને ચિહ્નિત કરતો આ તહેવાર દાન, બંધુત્વ અને કરુણામા આપણા વિશ્વાસને મજબૂત કરે છે.'

English summary
darul uloom's fatwa: Embracing during Eid festivities is not good in the eyes of islam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X