વહુ સાથે સસરો ગંદુ કામ કરતો, દીકરાએ વિરોધ કર્યો તો ગોળી મારી દીધી
મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાથી વહુ સસરાના સંબંધો પર કલંક લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ પિતાએ પોતાના જ પુત્રને ગોળી મારી દીધી. મૃતકની પત્નીએ પત્નીએ આરોપ લગાવ્યો કે સસરા મારી સાથે ગંદુ કામ કરતા હતા. આ વાતની જાણકારી જ્યારે પતિને થઈ તો તેમણે સસરાનો વિરોધ કરવો શરૂ કરી દીધો. આ વાત પર ગુસ્સે ભરાયેલા સસરાએ મારા પતિને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મુરાદાબાદની છે ઘટના
ઘટના મુરાદાબાદ જિલ્લાના મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાન નગરની છે. જાણકારી મુજબ દુષ્યંત એક ખાનગી હોસ્પિટલમાં વોર્ડ બૉયનું કામ કરતો હતો. દુષ્યંતના લગ્ન 10 મહિના પહેલાં મઝોલા પોલીસ સ્ટેશન ક્ષેત્રના સૂર્ય નગરની રહેવાસી એક યુવતી સાથે થયાં હતાં. દુષ્યંતના પિતા વીરેન્દ્ર પણ ખાનગી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ છે. ગાર્ડ પાસે લાઈસેન્સ વાળી રિવોલ્વર છે. મૃતક દુષ્યંતની પત્નીએ પોલીસને જણાવ્યું કે તેનો સસરો લગ્ન બાદથી તેના પર ગંદી નજર રાખતો હતો. અગાઉ પણ સસરાએ તેની સાથે અશ્લિલ વાતો કરી હતી, જેની ફરિયાદ તેણે પોતાના પતિ અને સાસુને કરી હતી.

સસરો રેપ કરતો હોવાનો આરોપ લગાવ્યો
પીડિત મહિલાએ જણાવ્યું કે 25 નવેમ્બરે સાસુ અને પતિ કોઈ સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ સસરાએ દુષ્કર્મ આચર્યું. એટલું જ નહિ, કોઈને પણ જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી. આજે સવારે તેણે પોતાના પતિને બધું જ કહી દીધું. આ વાતથી ગુસ્સે થયેલ પતિ તેના પિતા પાસે ગયો અને બંને વચ્ચે વિવાદ થઈ ગયો. આ દરમ્યાન પિતાએ તેને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતા અને નાનો દીકરો અભિષેક કૌશિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા.

પિતાએ નહિ, મેં મારી ભાઈને ગોળી
આરોપ છે કે પિતાની કરતૂત પર નાના દીકરાએ પડદો નાખવાની કોશિશ કરી. તે ઘટના બાદ પોતાના પિતા સાથે ઘરેથી ભાગી ગયો હતો, પરંતુ જ્યારે પોલીસ ઘરે પહોંચી તો 2 કલાક બાદ તે ઘરે પાછો ફર્યો. એટલું જ નહિ, તેણે પોતાના પિસ્તોલ પોલીસને સોંપતા બોલ્યો કે ગોળી પિતાએ નહિ મેં મારી. પોલીસ કર્મચારીઓએ પિસ્તોલ જપ્ત કરી નાના દીકરાને પણ કસ્ટડીમાં લઈ લીધો અને પોલીસ આરોપી સસરાની શોધખોળ કરી રહી છે.
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના રેટ